________________
'વિવેકપર્વત પરથી અવલોકના
ભવચક્રનગરનાં કૌતુકો. (ચાલુ)
:
::
કપોતક અને ધૃત, મર્શ પ્રકળે બાકીની રાત્રિ કેઇ દેવમંદિરમાં પસાર કરી. ત્યાર પછી આકાશની શોભા માંદી પડેલ બાલિકાની પેઠે ગળતા તારાઓ વાળી, પડી ગયેલ અંધકારરૂપ કેશવાળી હોઈ તદન પાંડુર વર્ણની
થઈ ગઈ. પોતાની શક્તિથી એ આકાશલક્ષ્મીની ૧ વિવેક એટલે સત્યાસત્યને વિચારપૂર્વક નિર્ણય. અમુક હકીકત સાચી છે કે નહિ, આદરવા યોગ્ય છે કે નહી તેનો નિર્ણય વિવેક કરે છે. વિવેક વગર સારો ઇરાદે હોય તે પણ નકામો છે. સારાસાર નિર્ણય કરવાની મામાની ચાતુરી તે અગાઉ ઘણીવાર છે. આ વિવેકપર્વત પર આવી મુદાની કેટલીક બાબતેનું અવલોકન મામા ભાણેજ કરશે.
૨ રસાત મેટાં વ્યસન છે તે આ પ્રમાણે જુગટું, ચોરી, પરસ્ત્રીગમન, વેશ્યાગમન, શિકાર, મધ અને માંસ. આ પ્રકરણમાં જુગટું (વૃત) અને મૃગયા (શિકાર) પર વિવેચન થશે. વેશ્યાગમનપર વર્ણન ૨૫ માં પ્રકરણમાં થયું, મધ અને પર દારાપર વિવેચન ૨૨ માં પ્રકરણમાં થયું. ચોરીપર વિવેચન ૨૪ માં પ્રકરણમાં થયું. માંસ થસનપર વિવેચન મૃગયાના પેટામાં આ પ્રકરણમાં લીધેલ છે. આવી રીતે ભવચક્રપુરમાં સસ વ્યસનાસક્ત પ્રાણીની દશા કેવી થાય છે તેને મુખ્યત્વે કરીને ખ્યાલ આપ્યો છે. એ વિવેચન કથા સાથે એવું સુંદર મિશ્રણ કરીને મૂકયું છે કે વિષય શુષ્ક ન લાગે અને મુદ્દામ રીતે બરાબર અસર કરે,
૩ જેમ માંદી પડેલી બાળા તદ્દન પીળી ૫ચકેલ (પાંડુ રંગની) થઇ જાય છે. તેમ આકાશ સફેદ અને પીળા રંગ (પાંડુર) મિશ્ર થયું. માંદી બાળિકાની કીકીઓ તારાઓ) ગળતી જણાય છે તેમ આકાશમાંથી તારાઓ ગળવા માંડ્યા અને માંદી નાળિકાના કેશ (મવાળા) ખરતા જાય છે તેમ આકાશને અંધકાર ખસવા લાગ્યા. અહીં તારા, કેશ અને પાંડુર એ ત્રણે પ્લે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org