________________
પ્રકરણ ૨૬] કપાતક અને ધૃત
૯૭૧ જુગારમાં ફસાયેલો. મિત્રો વડે હરાયલ,
ધનાદિથી વંચાય. વિમર્શ–“અઢળક ધન સંપત્તિવાળા બહુ પ્રખ્યાત કુબેર સાર્થવાહ નામના શેઠને કપોતક નામનો એ દીકરે છે. એના બાપે એની તે વખતની સ્થિતિ અનુસારે “ધનેશ્વર” એવુ તેનું નામ પાડ્યું હતું અને થથાનામાં તથા ગુણુ” પ્રમાણે તે તે વખતે ઘણા ધનનો માલિક હતો. હવે અત્યારે એને વર્તમાન સ્થિતિ પ્રમાણે પોતકનું નામ આપવામાં આવ્યું છે અને એ નામને એ ભાઇશ્રીએ સાચું કરી આપ્યું છે. એના બાપનું ઘર મહા મૂલ્યવાળાં અનેક રતો અને સોનાથી ભરેલું હતું, એને આ મહા પાપી પુત્રે તદ્દન સ્મશાન જેવું કરી મૂકયું છે. એને જુગટાનો એ રસ લાગ્યો છે કે એ એના મનમાં બીજી કોઈ બાબતને જરા પણ વિચાર જ કરતું નથી, કાળે અકાળે જુગટુ રમવાનો જ વિચાર કર્યા કરે છે. એ જ્યારે પિતાની સર્વ પુંજીને પરવારી બેઠે ત્યારે તે ચોરી કરીને જુગટું રમવા માટે પૈસા એકઠા કરવા લાગ્યો છે. એક દુર્ગુણ અનેક દુજેને લઈ આવે છે એ જાણીતી વાત છે અને એની પણ એજ સ્થિતિ થઈ છે. આ નગરમાં એણે ઘણીવાર ચોરી કરી છે અને ચારી કરતાં પકડાઈ પણ ઘણીવાર ગયો છે અને અત્યંત કર્થના પામ્યો છે. માત્ર તે મોટા માણસને છોકરા હેવાથી રાજાએ તેને મારી નાખ્યું નથી, પણ એ ભાઈ પોતાનાં લક્ષણ છેડતાં નથી. આજે રાતના જુગટુ રમતાં રમતાં તે એ પિતાની પાસેનાં સર્વ કપડાં સુદ્ધાંત હારી બેઠે, પણ એને રમતમાં એ રસ લાગ્યો કે છેવટે પિતાની પાસે શરતમાં મૂકવા કોઈ વસ્તુ ન રહેવાથી આખરે પિતાનું માથું મૂકયું. આ મહાધુતારા જુગટીઆઓ જે તેની આજુબાજુ ઊભા છે તેમણે એને એ છેલ્લી ૨મતમાં પણ જીતી લીધું અને એનું માથું લેવા ખાતર હવે એ લોકે એને નચાવી રહ્યા છે. એ ભાઈસાહેબ પણ પિતાના પાપથી એવો ભરાઈ ગયું છે કે ત્યાંથી નાસીને પણ છૂટી શકતો નથી અને ઊભે ઊભે મનમાં અનેક પ્રકારના હલકા તર્કવિતર્કો કરી ઉદ્વેગ પામે છે. એ ત્યાંથી નાસી શકે તેવા સંગે તેને મળતા નથી અને પેલા જુગારીઓ તેને ત્યાંથી છોડતા પણ નથી.”
૧ કપલક કબતર જેવો નરમ. અથવા કપુત-કુપુત્ર વંડી ગયેલ-ઉખડી ગયેલ કરે. એની વર્તમાન સ્થિતિને લઈને એને આ નામ યોગ્ય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org