________________
પ્રકરણ ૨૬ ] કતિક અને ધૂત. અસલ મહત્તા પાછી લઈ આવવા માટે કરૂણું લાવીને પિતે સૂર્ય જાતે વૈદ્યરાજ થઈ ગયા. (વૈઘ ગયેલી તંદુરસ્તી અને તેજ પાછું લાવી આપે છે તેમ આકાશનું ગયેલ તેજ પાછું લઈ આપવાનું કામ સૂર્ય રૂપ વૈદ્ય હાથમાં ધર્ય.) તે વખતે પૂર્વ દિશાનું આકાશમંડળ અરૂણુની કાંતિથી તદ્દન જૂદું પડી ગયું, વાદળના સમૂહે લાલ રંગના
થઈ ગયા, ચંદ્રમા તદ્દન કાંતિ વગરનો થઈ ગયે, પ્રભાતવર્ણન. ચેર લેક છુપાઈ ગયા, કુકડા કુકડેકકનો મોટો
અવાજ કરવા લાગ્યા, ઘુવડે તદ્દન ચૂપ થઈ ગયા, ટીટોડીઓ મોટેથી બોલવા લાગી અને આકાશલક્ષ્મીના આરોગ્યને માટે આખું જગત જાણે પોતપોતાના કર્મ અને ધર્મના વ્યાપારમાં ઉઘુક્ત થઈ જતું જણાયું. હવે એવી રીતે આકાશલક્ષ્મીની આરેગ્યજનક સ્થિતિ વૃદ્ધિ પામ્યા પછી થોડી વારમાં સૂર્યનો ઉદય થયો, કમળ વિકસ્વર થયાં, ચક્રવાકનાં મિથુનનો વિયોગકાળ પૂર્ણ થયા હોઈ તેમને સંગ થશે અને લોકે ધર્મપરાયણ થઈ પ્રભુનામચારણ કરવા લાગ્યા.
વિવેકપર્વતપર, એવા શાંત પ્રભાતસમયે મામાએ પ્રકર્ષને કહ્યું “ભાઈ તને! તે નવું નવું જોવાનું કૌતુક બહુ થાય છે અને આ ભવચક્ર નગર તે ઘણું મોટું છે અને તેમાં અનેક નવા નવા પ્રકારના બનાવો નિરંતર બન્યા કરે છે. આપણે પાછા ફરવાનો સમય ઘણે નજીક આવતું જાય છે, હવે વખત થડે બાકી રહ્યો છે, જોવાનું હજુ ઘણું બાકી છે, તેથી આપણે દરેકે દરેક સ્થાનકને અંદર બારીકીથી જોઈ શકીએ એ બની શકે તેવું નથી; માટે ભાઈ ! હું કહું છું તેમ કર, જેથી થોડા વખતમાં તને જે અનેક બાબત જોવાનું કુતૂહળ થયેલ છે તે પણ પૂરું થાય અને આપણે વખતસર પાછા તારા પિતા પાસે પહોંચી જઈએ. જે, પેલો છેટે એક પર્વત દેખાય છે, એ ઘણે ઊંચે છે, તદ્દન ઘળે છે, સ્ફટિકરની જેવો તદ્દન નિર્મળ છે, મોટા પ્રભાવવાળો છે, ઘણું વિસ્તાર વાળે છે અને દુનિયામાં તે
( ૧ શરીરમાં લાલાશ આવવી, ચોરરૂપ વ્યાધિની શક્તિ ઓછી થવી, દરેકનું રૂપાંતર થવું, કુકડેટુક આનંદવનિ થવા, અસાધારણું દુઃખ દૂર થઈ જવા અને સુંદર અવાજે બહાર આવવા તેમજ સ્વકર્મ અને ધર્મવ્યાપારમાં કામે લાગવું એ સર્વ તંદુરસ્તીની નિશાની છે. આકાશમીના મંદવાડની જે ભાવના રાર કરી છે તે આખા પ્રભાતવર્ણનમાં ચાલુ રાખી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org