________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૪ બીકથી તદન ગાભરે થઈ ગયું અને પોતાનાં આંગળાં હેમાં નાખીને ચંડની પાસે અષ્ટાંગ નમસ્કાર કરી જમીનપર લેટી ગયો
અને “અરે પ્રભુ! મારૂ રક્ષણ કરો, રક્ષણ કરે! ચંડનું પ્રચંડત્વ. એમ બોલતાં તેની આંખમાં આંસુ આવી ગયાં.
ચંડને દયા આવી તેથી તેણે રમણને મારી નાખે નહિ, પણ તેને એટલે કાપી નાખે, નાક કાપી નાખ્યું અને કાન પણ કાપી નાખ્યા, તેમજ દાંત તોડી નાખ્યા, નીચેને હોઠ તેડી નાખે, બન્ને ગાલને કદરૂપા બનાવી દીધા, એક આંખ ફાડી નાખી, પિતાના પગથી મોઢા ઉપર લાત મારી ધક્કો માર્યો અને ઘરથી બહાર કાઢી મૂકો. એના આવા હાલ થતા હતા તે જોઈને મદનમંજરી કરી અને યુવાન કુંદકલિકા મોઢેથી ખૂબ હસતા હતા. એ બન્ને એવાં મીઠાં વચનો બેલતી હતી અને સાથે ચંડની એવી ખુશામત કર્યે જતી હતી કે એથી ચંડ એના તરફ વધારેને વધારે ખેંચાત હતા. રમણ તે મહા મુશીબતે બહાર નીકળે, માર વાગવાથી
આખા શરીરે મહા વેદના પામે, રાજલેકેએ રમણનું મરણ. વળી તેને વધારે માર માર્યો. આવી રીતે કૂટાતાં
પીટાતાં નારકી સમાન દુઃખ સહન કરીને બહુ કરે (તેજ રાત્રીએ ) મરણ પામ્યો.
ગણિકા વ્યસનનાં પરિણામ પ્રકર્ષ–“અહાહા મામા ! આતે ભારે નવાઈ જેવો બનાવ બ! મકરવજની શક્તિ ઘણી અજબ! ભયનો વિલાસ પણ એવોજ જબરે! અને પેલી ડેકરી (મદનમંજરી) ને પ્રપંચ પણ એવોજ ખૂબવાળો ! ખરેખર, આ રમણનું ચરિત્ર તો ઘણું કરૂણ ઉત્પન્ન કરે તેવું અને હાસ્યજનક નાટક જેવું જણાય છે. એ રમસુની મૂર્ખતા પર હસવું આવ્યા વગર રહે તેમ નથી અને એના હાલ જતાં એની દયા ખાધા વગર પણ રહેવાય તેમ નથી.”
વિમર્શ–“બીજા પણ જે મનુષ્ય ગણિકાના વ્યસનમાં આસક્ત હોય છે તેઓનાં ચરિત્ર પણ આવા જ પ્રકારના હોય છે એમાં જરા પણ સંશય જેવું નથી. “ગણિકાનાં સુંદર વસ્ત્રો, ખેંચાણ કરનારાં આભૂ
ષણે, રક્ત વર્ણનાં પાન, સુગંધી દ્રવ્ય, સુવાસિત પુષ્પની માળાઓ “ અને આકર્ષક વિલેપનના ગંધથી એ બાપડાઓની ઇન્દ્રિય એવી બહેર
મારી જાય છે કે એનામાં કુદરતી રીતે અશુચિ ભરેલી છે અને “એ ન ઇચ્છવા લાયક અપવિત્ર પદાર્થોની કોથળી છે એ હકીકત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org