________________
૯૫૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ : “ધનવાનું પ્રાણીઓ જળથી ભય પામે છે, અગ્નિની પીડા ખમે છે, “લુંટારાથી નિરંતર ભયમાં રહે છે, રાજા તરફથી લુંટાઈ જવાના વિ“માસણમાં રહે છે, ભાઈઓ કે સગાઓ તરફથી ભાગલાની પંચા“તિમાં પડે છે, ચોરથી ચોરાવાના ભયમાં આવી પડે છે–એવી રીતે
ધનથી અનેક પ્રકારની ઉપાધિઓ આવે છે અને તેથી તે અનેક “ દુઃખ સહન કરે છે. વળી ભાઈ પ્રક! જેમ એક સખત પવનને
ઝપાટો આવે ત્યારે જેમ ઘણાં એકઠાં થયેલાં વાદળાંઓ તરત “વિખરાઈ જાય છે તેમ જ્યારે પૈસા જવા બેસે છે ત્યારે તે (પૈસા) “જેની પાસે પૈસા હતા તેના રૂપને જોતા નથી, તેની સાથે ઘણા
“કાળનો સંબંધ હતો કે ઓળખાણ હતી તેને ગણતા ધનની અસ્થિરતા. “ નથી, તે માણસની કુલીનતા તરફ નજર પણ
ફકતા નથી, તેના કુળને કે સારે કેમ છે તેનું અનુસરણ કરતા નથી, તેના શીલ (વર્તન)ની ગણના કરતા નથી, તેનામાં કેટલી પંડિતાઈ છે તેની અપેક્ષા રાખતા નથી, તેનામાં કેટલી સુંદરતા છે તેની આલોચના (વિચાર) કરતા નથી, “તે પ્રાણી કેટલે ધર્મપરાયણ છે તેનો ખ્યાલ પણ કરતા નથી.
તે કેટલું દાન આપે છે અને તેની અન્ય ઉપર ઉપકાર કરવાની “કેવી તત્પરતા છે તે વાત લક્ષ્યમાં લેતા નથી, તેનામાં કેટલું વિશેષ “ જાણુકારપણું છે તેને વિચાર કરતા નથી, તેનું સદાચાર તરફ કેટલું “સુંદર વલણ છે તે ધ્યાનમાં રાખતા નથી, તેની સાથે ઘણા વખતનો સંહભાવ છે તેની પરિપાલના કરતા નથી, તે પ્રાણી અન્ય પ્રાણીઓથી કેટલે સત્ત્વવાનું છે તે મગજપર લેતા નથી, તે પ્રા
ના શરીરનાં લક્ષણે કેવાં ઉત્તમ છે તેનું પ્રમાણ પણ કરતા “ નથી અને આકાશમાં સાક્ષાત્ નગરના જેવો દેખાવ દેખાય છે, હાથી ઘોડા મનુષ્ય વિગેરેની દોડધામ થતી માલૂમ પડે છે અને દેખદેખતાં ક્ષણવારમાં જેમ તે છિન્નભિન્ન થઈ જાય છે તેમ તે (પૈસા) “ચાલ્યા જાય છે અને તે ક્યાં ગયા અને કેટલા થોડા વખતમાં કેવી રીતે ગયા તે પણ પ્રાણું જાણી શકતો નથી. સંસારી પ્રાણીઓ “બાપડા મહા કલેશ કરીને બહુ પ્રયાસે પૈસા મેળવે છે અને પો
તાના જીવની તેમ તેને જાળવી રાખે છે, છતાં ચાલ્યા જાય છે “ ત્યારે જાણે નટ નાચ કરતો હોય નહિ તેમ જોતજોતામાં પગ
૧ નટ નાચે ત્યારે જરા વાર રાજી થાય, વળી બીજે વેશ લે, એમ એના ભાવ બદલાયા જ કરે છે. નટના નાચમાં સ્થિરતા કે ચાલુપણું જોવામાં આવતું નથી તેમ ધન માટે સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org