________________
પ્રકરણ ૨૪] મહેશ્વર અને ધનગ. સારી રીતે લાત લાકડીથી ખબર લેતા હતા અને રોઠનું મહા તદ્દન રાંકડું થઈ ગયું હતું, એની સર્વ આશાઓ પડી ભાંગી હતી. આવી અત્યંત બૂરી દશામાં આવી પડેલા શેઠને જોઈને પ્રકા મામાને પૂછયું
મામા ! આ તો ભારે નવાઈ જેવી વાત જોવામાં આવી ! આ તે સ્વમ છે કે ઇજાળ છે કે કોઈ મારી બુદ્ધિમાં ભ્રમ થઈ ગયો છે! ! આ તો એક ક્ષણવારમાં આ શેઠીઆની લીલા પણ ન રહી ! અને ધન પણ સર્વ પગ કરીને ચાલી ગયું ! એની ખુશામત કરનારાઓ તથા સગાસંબંધીઓ પણ જતા નથી! અરે ! સઘળે લેકવર્ગ જાણે બદલાઈ જ ગયો છે! એનું તેજ પણ ઉડી ગયું! એનું અભિમાન પણ બેસી ગયું! અને એનામાં જે પુરૂષાતન દેખાતું હતું તે પણ ખસી ગયું !”
ધનસ્વરૂપપર વિમર્શ. વિમર્શમામાએ પ્રકઈને કહ્યું તે જોઈ તે વાત બરાબર સાચી છે. એમાં તારી બુદ્ધિમાં જરાએ ભ્રમ થયેલ નથી. તે જોયું છે તે તદ્દન બરાબર છે. અને તેટલાજ માટે મહા બુદ્ધિશાળી માણસે “પૈસાનું જરા પણ અભિમાન કરતા નથી. દ્રવ્ય ઉનાળાના સખ્ત તાપથી તપેલા પક્ષીના ગળા જેવું ચંચળ છે, ધન ગરમ - “તુની ગરમીથી લંકાયેલા સિંહની જીભ જેવું અસ્થિર છે, દોલત “ઇંદ્રજાળની પેઠે અનેક પ્રકારના અદ્ભુત વિભ્રમોને ઉત્પન્ન કરી “મનને ચકડોળે ચઢાવે છે. લક્ષ્મી પાણીના પરપોટાની પેઠે ક્ષણવારમાં જોત જોતામાં હતી ન હતી થઈ જાય છે. એ વાણીઆમાં અપ્રમાણિકપણુનો અને અવિવેકને એટલો મોટો દોષ હતો કે તેને “લઈને જે મોટી માનની જગ્યા એ ભેગવતો હતો તે ક્ષણવારમાં ખાઈ બેઠો અને તેનું ધન ફનાફાતીઆ થઈ ગયું. પૈસા તો એવી ચીજ છે. કે જે પ્રાણીઓ કઈ પણ પ્રકારના દોષના સંબંધમાં ન આવતા “હાય તેમની પાસેથી પણ ચાલ્યા જાય અને સામું ભયનું કારણ ઉત્પન્ન કરી આપે, જેઓ ફેંકી ફંકીને જમીન ઉપર પગ મૂકતા હોય છે તેવાઓની પાસેથી પણ પૈસા એક ક્ષણવારમાં ચાલ્યા જાય છે એમાં જરા પણ શંકા જેવું નથી. ધનના દોષથી
અહીં વિમર્શમામા ઘનની ફિલસુફી સમજાવે છે તે ખાસ મનન કરવા યોગ્ય છે.
૨ ગરમીના વખતમાં પક્ષીનું ગળું ચંચળ રહે છે, ચાલ્યા કરે છે. કબૂતર વિગેરેને ધ્યાન રાખી જેવાથી આ વાત ખ્યાલમાં આવી જશે.
૩ એક ડગલું ભરે તે પણ જઇ વિચારીને મૂકે તેવા સંભાળ રાખનાર સાવધ માણસે.
૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org