________________
૫૦
ઉપમિતિ ભવપ્રપંચો કથા.
[ પ્રતાવ ?
નરપતિ સન્મુખ દોડાદોડ કરવા લાગી. આનંદની ધમાલ ચાલી રહી હતી તે એકદમ શાંત થઈ ગઈ અને અરે આ શું છે? એમ ત્રાસ પામી જઈને રાજાએ વારંવાર પૂછવા માંડ્યું. પેલી દાસીઓ બોલી
કૃપા કરે, દેવ ! બચાવો ! મહારાજ ! કુમારની આંખો એકદમ તણુતી જાય છે, એના પ્રાણ એકદમ ગળે આવી રહ્યા છે. દેવ! દે દે ! કેઈ ઉપાય કરે!” દાસીઓનાં આવાં વચન સાંભળીને જાણે પિતાની ઉપર વજન ઘા પડ્યો હોય તેમ રાજા આકુળવ્યાકુળ થઈ ગયો, છતાં જેમ તેમ હિમત રાખીને પોતાના પરિવારને સાથે લઈ સુતિકાહે પહોંચે. ત્યાં જઈને જુએ છે તે પોતાના શરીરનું જાણે પ્રતિરૂપ જ હોય નહિ તેવો અને પોતાના તેજથી આખા ભુવનની ભીતોને પ્રકાશમાન કરતો કુંવર દીઠે, પણ તેને જોતાં જ જણાયું કે તેના પ્રાણ કંઠે આવી ગયા છે અને જીવન ટુંક જ બાકી રહ્યું છે. આખા નગરના વૈદ્યમંડળને તુરતજ ત્યાં બેલાવી મંગાવવામાં આવ્યું. તે વૈદ્યોમાં જે મુખ્ય વૈધ હતો તેને પૂછયું કે “આ વ્યાધિ કર્યો છે?” વૈદ્યમુખે કહ્યું “મહારાજ ! આ કુમારને એકદમ જીવનને અંત લાવે તેવો કાળીઓ તાવ આવ્યો છે. જેમ સખ્ત પવન આવે ત્યારે ગમે તે દી પણ તેના ઝપાટાથી બુઝાઈ જાય છે તેમ આપણે મંદભાગ્ય જોઈ રહીશું અને એ તાવ આ સુકેમળ પુષ્પને એક સપાટામાં ઉપાડી જશે.” રાજાએ કહ્યું “અરે લોકો! સર્વ પાતપિતાની શક્તિનો બનતો ઉપયોગ કરે. જે કે આ કુમારને જીવાડશે તેને હું મારું રાજ્ય આપી દઈશ અને હું તેને નોકર થઈને રહીશ.” લેકેએ આદરપૂર્વક ઘણું ઔષધો આપ્યાં, મંત્ર જંત્ર કર્યા, માંદળીઆ બાંધ્યાં, રક્ષામંત્રો લખ્યાં, અનેક દેવદેવીઓને તર્પણ કરવાનાં કાર્યો કર્યા, વિદ્યાના પાઠ કર્યા, મંડળ બનાવ્યાં, દેવદેવીઓના જાપ કર્યા અને અનેક તંત્રો કર્યા, પરંતુ આટઆટલી સાધનાઓ કરવા છતાં થોડી જ વારમાં કુમાર મરણ પામ્યો.
શેકથી રિપુકંપનનું મરણ, આ વખતે શેકે અને મતિમોહે મતિકલિતા રાણી રિપુકંપન રાજા અને તેમના સર્વ પરિવારના શરીરમાં પ્રવેશ કર્યો. તેથી “અરે હું મરી ગઈ, મારી સર્વ આશાઓ ભાંગી ગઈ, હું લુંટાઈ ગઈ! અરે દેવ! મારું રક્ષણ કરે, રક્ષણ કરે.” એ પ્રમાણે મુખેથી બોલતી રાણુ કુમારને હીલચાલ વગરને જોઈને એકદમ જમીન પર પડી ગઈ અને જાણે વજપ્રહારથી કોઇએ તેને મારી હોય તેમ અત્યંત વિહ્વળ અને આકુળવ્યાકુળ થઈ ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org