________________
પર
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૪
શકતા નથી; એ પ્રાણીએ તે વસ્તુસ્વભાવના પ્રથમથી જ નિર્ણય કરીને બેઠેલ હોય છે કે આ સર્વે સંસારરચના ક્ષણભંગુર છે, થોડો વખત રહેનારી છે, અને આખરે નાશ પામનારી છે. આવા . તેમને શરૂઆતથી નિર્ણય હેાવાને લીધે શાક તેમના ઉપર કોઇ પણ પ્રકારની બાધા ઉત્પન્ન કરી શકતા નથી. આ રિપુકંપન રાજા પુત્રના એહથી મરણ પામ્યા કારણ કે તેને અત્યંત મતિમાહ થઇ ગયા હતા. હવે શાક એ સર્વ લાકોની પાસે કરૂણાવિલાપ કરાવે છે.”
પ્રકર્ષ— મામા ! આ રાજ્યમંદિરમાં ક્ષણમાત્રમાં આવા મોટે ફેરફાર થઇ ગયા, એક જરા વખતમાં તે હર્ષને સ્થાને વિલાપ થઇ ગયા તેવું આજે જ બન્યું છે કે એવું કાઇ કાઇ વાર બનતું હશે?” વિમર્શ—“ ભાઈ પ્રકર્ષ! આ સંસારચક્રમાં એવા અનાવા અસંભવિત કે દુર્લભ નથી. આ નગર એવા એક બીજાથી તદ્ન ઉલટા અનાવાથી અને વિચિત્ર ખેલાથી ભરેલું છે. હવે અહીંઆ રાજાના ને તેના પુત્રના મૃતકને બહાર લઇ જવાના પાકાર થશે, લોકો ભયંકર રીતે છાતી કૂટી પાક મૂકશે, ભયંકર રંગના શાક દર્શાવનાર કાળા વાવટા ચોતરફ ચઢશે અને ઢાલમાંથી હૃદયને ભેદી નાખે તેવા વિષમ મરણુસૂચક ધ્વનિ નીકળશે-એવી એવી ભયંકર રીતિઓ અત્ર થશે. એ બધી રીતિએ લેાકાને અત્યંત તાપ ઉત્પન્ન કરે તેવી હોય છે અને તેથી તને તે નકામેા ખેદ કરાવશે; માટે આ મૃતક(મડદા)ને રાજ્યમંદિરમાંથી બહાર લઇ જવામાં ન આવે ત્યાં સુધીમાં આપણે અહીંથી ચાલ્યા જઇએ, આવા હૃદયભેદક બનાવ જોવા આપણને યાગ્ય નથી. દુઃવું પાવન્તઃ સન્તો નોઢીક્ષિતું ક્ષમાઃ। સંત લાકા પારકાના દુ:ખ દયાળુ નજરે જોઇ શકતા નથી.
‘આ પ્રમાણે વિચાર કરીને મામાભાણેજ રાજમંદિરની બહાર નીકળી ગયા અને બજારમાં આવ્યા. એ વખતે રિપુકંપનને મરેલ નણીને તેનું સાન કરવા માટે સૂર્ય પણ પશ્ચિમસમુદ્રમાં દાખલ થયો.
૧ ભાણેજ નાને કાચી છાતીવાળા છે તે પણ મામાના મનમાં ઊંડું કારણ હાય. બાળકોને આવા પ્રસંગેા બતાવવાથી તેખમ થઇ જાય છે તે ાણીતી વાત છે.
૨ ભવચક્ર નગરનાં કૌતુકા ખતાવવાનું મામાએ ચાલુ રાખ્યું છે. મદ્ય પરદારાનાં પરિણામે આગલા પ્રકરણમાં જેઇ ગયા. આ પ્રકરણમાં મિથ્યાભિમાનનાં પિરણામેા અને હર્ષ-શેકના પ્રસંગે વ્હેયાં. આગળનાં કેટલાંક પ્રકરણે નવાં નવાં ભવચક્રનાં કૌતુકા ચીતરે છે તે લક્ષ્યપૂર્વક વિચારવાં.
૩ સૂર્ય પશ્ચિમ સમુદ્રમાં દાખલ થયા એટલે સૂર્ય અસ્ત પામ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org