________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રતાવ ૪ ક્ષણ વણિકપુત્ર બેઠા હતા. શેઠીઆની સામે માણેક, હીરા, શનિ, વૈર્ય અને પરવાળાનો મોટો ઢગલે પડેલો હતો, જે આજુબાજુના અંધકારને પણ હઠાવી રહ્યો હતો. તે શેઠની બરાબર સામે સોના મહોર અને લગડીઓ તથા ચાંદી અને રૂપિયા વિગેરેના મોટા ઢગલા પડ્યા હતા. એ સર્વને જોઈને શેઠ મનમાં બહુ મલકાતા હતા અને
અભિમાનથી ફુલાઈ જતા હતા. આ બનાવ જોયા પછી મામા ભાણેજ વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઈ.
પ્રકનું અવલોકન અને પ્રશ્ન, પ્રકર્ષ–મામા! એ મહેશ્વર શેઠ પોતાનાં ભવાં ચઢાવીને અને ચક્ષુને સ્તબ્ધ જેવી કરીને આમ શું જોઈ રહ્યો છે? વળી એની પાસે કઈ વસ્તુના અથી કાંઈ માંગતા દેખાય છે તેના બેલવા તરફ એ ભાઈશ્રી બહેરા ન હોવા છતાં જરાએ ધ્યાન પણ આપતા નથી. પેલા બીચારા આદરપૂર્વક વિનયથી તેની તરફ જોઈને બોલે છે, પણ ભાઇશ્રી એના તરફ લક્ષ્ય પણ આપતા નથી તેનું કારણ શું છે? બીચારા કેટલાએ માણસે અત્યંત નમ્રપણે તેની આગળ આવીને ઊભા રહે છે, તેની ખુશામત કરે છે અને તેને પ્રણામ કરે છે તેના તરફ તે જેતે પણ નથી અને તેઓને એક તરખલા જેવા ગણે છે તેમાં તેને હેત શે છે? અને વળી એ રતોને વારંવાર જોઈને તે મનમાં કાંઈક દયાન કરતે હોય અને પછી આખે શરીરે સ્તબ્ધ થઈ જતો હોય અને અંદર મલકત હોય એવો એ દેખાય છે તેનું કારણ શું છે? તે જણાવો.”
ધનગર્વ પર મામાના વિચારે લક્ષ્મીની ચળ પ્રકૃતિ અને અંધતા,
અનંતાનુબંધી માનને જણાતો મહિમા, વિમર્શ–“ભાઈ પ્રક! સાંભળ. આપણે રાજમહેલમાં હમણા જે મિથ્યાભિમાનને જોયો તેને અંગભૂત એક ધનગ નામનો ખાસ મિત્ર છે. એ ધનગર્વે આ ભાઇશ્રીમાં અત્યારે ઘર કરી દીધું છે. જે પ્રાણીઓમાં એ ધનગર્વ ઘર કરી બેસે છે તે સર્વેની આવી જ સ્થિતિ થાય છે. એ મહેશ્વર શેઠ મનમાં અત્યારે એમ માની બેઠા છે કે એ હીરા માણેક સર્વે તેનું પોતાનું જ છે અને પોતે તેનો સ્વામી છે અને તેમ હોવાને લીધે પિતે ખરેખર ભાગ્યશાળી છે. એ તે એમ જ સમજી ગયો છે કે એના જન્મનું એને ખરેખરું ફળ પ્રાપ્ત થયું છે અને પોતાને જન્મ જ જાણે સફળ થયો છે. તે માને છે કે તેની પાસે આખું ભુવન રાંકડું છે, ગરીબ છે, બીચારૂંબાપડું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org