________________
પ્રકરણ ૨૩] રિપુકંપન. (મિથ્યાભિમાન.)
૮૪૯ દમનો છે તેની સાથે લડવામાં તે શરીર હોવાથી તેનું નામ રિપકંપન કહેવામાં આવે છે. એટલે એ દ્રવ્ય રિપુકંપન છે.
यो बहिः कोटीकोटीनामरीणां जयनक्षमः।
प्रभविष्णुर्विना ज्ञानं, सोऽपि नान्तरवैरिणाम् ॥ તું બરાબર સમજ. જે પ્રાણ બહારના કરડે શત્રુઓ પર વિજય મેળવવાને શક્તિવાળ હોય છે તે પણ જ્ઞાન વગર અંતરંગ શત્રુઓ ઉપર વિજય મેળવવાને શક્તિવાળે થતો નથી. ભાઈ! એમાં આ (રિપુકંપન)ને પણ ખરેખરી રીતે કાંઈ દોષ નથી તેમજ બીજા પ્રાણીઓનો પણ દોષ નથી, કારણ કે વાસ્તવિક રીતે જોઈએ તો તેઓમાં જે જ્ઞાનની ગેરહાજરી છે તેને જ એમાં ખરેખર દોષ છે અને તે જ આ લેકેને આડે રસ્તે પ્રવર્તાવે છે; અજ્ઞાનરૂપ નેત્રનો રોગ થવાથી તેઓને એવો પડદો આવી જાય છે કે કોઈ કારણ મળે છે કે તુરત તેઓ મિથ્યાભિમાનને વશ પડી જાય છે અને એકવાર મિથ્યાભિમાનને વશ પડયા એટલે તેઓ બીજા માણસની સાથે બાળકની જેવી ચેષ્ટાઓ કરે છે અને પોતાની જાતને હાથે કરીને અનેક પ્રકારની વિડંબનાઓ ઉત્પન્ન કરે છે જેને દાખલો આ રિપુકંપન પોતે જ છે. બાકી જ્ઞાનવડે જે પ્રાણુઓની બુદ્ધિ પવિત્ર થયેલી હોય છે તેમને પુત્ર મળે, રાજ્ય પ્રાપ્તિ થાય કે મહાન ધન પ્રાપ્તિ થાય અથવા ગમે તેવું લેકમાં આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવું મહાનું કારણ મળે તો પણ તેવા પુણ્યશાળી મધ્યસ્થ બુદ્ધિવાળા પ્રાણુઓનાં હૃદયમા આ મિથ્યાભિમાન રૂપ આંતરિક શત્રુ જરા પણ સ્થાન મેળવી શકતો નથી.”
શેક મતિહ પ્રવેશ, કુંવરને અસાધ્ય વર,
ઉપાય છતાં અંતે મરણ, મામા ભાણેજ આ પ્રમાણે વાતો કરતા હતા તેવામાં રાજ્યમંદિરના દરવાજા પર બે માણસો આવી પહોંચ્યા. પ્રકર્ષે એ બન્ને નવા આવનાર માણસે કોણ છે એમ સવાલ પૂછવાથી મામાએ જણાવ્યું કે એ નવા આવનાર પુરૂષ શેક અને મતિમોહ છે, જેમને તેઓએ પ્રથમ તામસચિત્ત નગરે જોયા હતા.'
આ વખતે સુવાવડના ઓરડામાંથી (સુતિકાગ્રહમાંથી) કરૂણુજનક કેલાહલયુક્ત મોટો પિકાર ઉક્યો. એકદમ દાસીએ હાહારવ કરતી - ૧ પૃષ્ઠ ૭૯૬ અને ૮૦૧. તામસી પ્રકૃતિનું પરિણામ મતિના મેહમાં આવે છે. શેક તામસી ગુણ છે, હર્ષ રાજસી ગુણ છે.
૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org