________________
૯૪૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૪ છે? અને વળી સર્વથી વધારે નવાઈ જેવું તે એ છે કે આ રાજભુવનને નાયક અને આ પૃથ્વીને રાજા એક બાળકને પણ હસી ઉત્પન્ન કરે એવા ચાળાઓ કરી રહ્યો છે તેનું કારણ શું છે? એને હેતુ શું છે? અને એમાં આશય શે સમાયલે છે? એ મારા સમજવામાં નહિ આવે ત્યાં સુધી મને મહા કૌતુકનું કારણ રહેશે.”
વિમર્શ–“ભાઈ ! એ સર્વ બાબતનું કારણ તને બરાબર સમજાવું. સાંભળઃ આ સર્વ બાબતોનો પ્રવર્તાવનાર એક જ માણસ છે. તને યાદ હશે કે જ્યારે આપણે આ રાજમંદિરમાં દાખલ થયા ત્યારે તે જ વખતે મિથ્યાભિમાન દાખલ થયે હતો. એ મિથ્યાભિમાનને પ્રથમ આપણે રાજસચિત્ત નગરે જે હતો. આ સર્વ ચાળા કરાવનાર એ મિથ્યાભિમાન ભાઈસાહેબ છે. પોતાને આજે છોકરાની પ્રાપ્તિ થઈ છે એ વિચારથી આ રિપુકંપન રાજા ઘણે આનંદમાં આવી ગયો છે અને એને હરખ એટલો બધો થઈ ગયો છે કે તે તેના શરીરમાં પણ સમાતું નથી તેમજ ઘરમાં અને રાજમંદિરમાં પણ સમાતો નથી. એ રાજાનું ચિત્ત મિથ્યાભિમાને વિહળ કરી નાંખ્યું છે અને તેને લઈને આ રાજા પોતે વિડંબના કરે છે અને લેકે પાસે કરાવે છે. એમાં ખૂબી એ છે કે એ લોકોને જે વિડંબનાઓ થાય છે તે તેઓ બાપડા સમજી શકતા નથી. કારણ કે મિથ્યાભિમાન પાસે આખી દુનિયા રાંકડી બની જાય છે અને તે આખી દુનિયાને રાંકડી માને છે.”
પ્રક–“મામા! જે એમ હોય તો આ સર્વ લેકેને આટલી બધી વિડંબનાઓ કરનાર આ મિથ્યાભિમાન તે લેકેને ખરેખર દુશ્મન જણાય છે?”
વિમર્શ–“ભાઈ ! એ બાબતમાં શંકા જેવું શું છે? ખરેખર, આ મિથ્યાભિમાન લોકોને માટે દુશ્મન જ છે, છતાં લેકેને તે જાણે પિતાને ભાઈ હોય તે વહાલો લાગે છે.”
પ્રકર્ષ– ત્યારે મામા ! જે રિપુકંપન એટલે દુશ્મનોને કંપાવનાર રાજા મિથ્યાભિમાનને વશ પડી ગયો છે તેને ખરેખર રિપકંપન કેમ કહી શકાય?”
વિમર્શ–“ભાઈ! એ "ભાવ રિપુકંપન નથી, કારણ કે એ પિતાના દુશ્મનને જરા પણ કંપાવે તેવું નથી. બાકી બહારના
૧ ખરેખર શત્રુને હઠાવનાર હોય અને ખરા શત્રુને હઠાવનાર હોય તે ભાવ રિપુકં૫ન કહેવાય, બાહ્ય શત્રુને હઠાવનારને દ્રવ્ય રિપુકંપન કહેવાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org