________________
૯૪૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા.
[ પ્રસ્તાવ ૪
પુત્રજન્મની વધામણી આપી. રાજાએ તે સમાચાર સાંભળ્યા તે વખતે આનંદથી તેના આખા શરીર પર રોમરાજી વિકસ્વર થઈ ગઈ.
આ પ્રમાણે હકીકત બની રહી છે તે વખતે ત્યાં મિથ્યાભિમાન દાખલ થયો અને તેણે રિપુકંપનના શરીરમાં પ્રવેશ કર્યો. તે વખતે રિપુકંપન અભિમાનથી એટલે ફુલાઇ ગયો કે જાણે તે પિતાના અંતઃ
કરણમાં કે શરીરમાં સમાઈ શકતો ન હતો એટલું મિથ્યાભિમાની જ નહિ પણ ત્રણ જગતમાં પણ સમાઈ શકતો ન ના વિચારે. હોતે. આનંદના આવેશમાં વિચારે આવવાને લીધે
ભાઈસાહેબ વિચારવા લાગ્યા કે-અહો! હું ખરેખરે ભાગ્યશાળી છું! મારો વંશ-મારું કુળ ઘણું ઉન્નત દશાને પામેલ છે! અહાહા ! મારા ઉપર દેવતાઓની કૃપા પણ જબરી છે! અહો મારી સર્વ લક્ષણસામગ્રી કેવી સુંદર છે! અહાહા! મારું રાજ્ય! મારું સ્વર્ગ: ખરેખર, આજે પુત્રપ્રાપ્તિથી જન્મનું ફળ મળ્યું! મારે આ જગતમાં જન્મ સફળ થયે! આજે કલ્યાણમાળા મળી ! હું ખરેખર ધન્ય છું ! મારાં સર્વ મનોવાંછિત આજે સિદ્ધ થયાં. મારે અત્યાર સુધી કરે ન હોતો તેથી હું અનેક માનતાઓ કરતો હતો, તે આજે કુલનંદન પુત્ર મને પ્રાપ્ત થયે! આજે મને નિરાંત થઈ. આ પ્રમાણે વિચાર કરતાં
રાજાએ અતિ હર્ષપૂર્વક વધામણું દેનાર દાસીને પુત્રજન્મોત્સવ. પિતાનાં કડાં, બાજુબંધ, રતિબંધ, હાર, કુંડળ, મુગ
ટ૫રની કલગી અને એક લાખ સોનામહોર વધામણીમાં આપ્યાં. રાજાના સર્વ અવયવોમાં આનંદને રસ વહેવા લાગ્યો તે વખતે તેણે આનંદથી ગદ્ગદ્ થતી વાચા વડે સર્વ પ્રધાનમંડળને હુકમ કર્યો કે- પુત્રજન્મ મહોત્સવ આનંદપૂર્વક સર્વત્ર ઉજ. પ્રધાન મંડળે રાજાને આ હુકમ સાંભળીને રાજ્યભુવનમાં
એક ક્ષણમાત્રમાં અનેક પ્રકારની શોભાઓ કરી નાખી. પવનને લીધે ઊંચાનીચા થતા પાણીના સમૂહ વચ્ચે રહેલ જલજંતુઓનાં ટોળાંએ પિતાનાં પૂછડાં ઊંચાં ઉછાળી મજાઓની હારની હાર જેમાં ઉત્પન્ન થઈ છે તેવા મહાસમુદ્રમાં જેવો ઊંડે અને ગંભીર અવાજ કરે તે નોબત શરણુઈ વિગેરે વાજિત્રોને અવાજ આખા રાજમંદિરમાં સર્વત્ર વ્યાપી રહ્યો. મલય (મલબાર દેશ)ના ચંદનની રજથી અને કેસર, અગર, કસ્તુરી અને કપૂરના સુગંધીદાર પાણીના છાંટણાથી સર્વ સ્થાન સુગંધી કીચડમય થઈ ગયું અને તેની સુગંધ આવવાથી પવન પણ એ સુંદર લાગતું હતું કે તેથી સર્વ પ્રાણીઓને પ્રમોદ થવા લાગે અને રાજ્યમંદિરમાં તરફ રોનો એવો ઉતિ પ્રકાશમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org