________________
૪૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
લલિતપુરે મિથ્યાભિમાન, તેનું ઓળખાણ અને સ્થાન, રાજમહેલમાં મામાભાણેજ,
હવે એ માનવાવાસપુરના લલિતપુર નગરમાં મામાભાણેજ થોડા દિવસ ફર્યાં. એક દિવસ તે બન્ને રાજકુળની નજીકમાં ફરતા હતા ત્યાં તેમણે એક પુરૂષને જોયા.
[ પ્રસ્તાવ જ
પ્રકર્ષ—અરે મામા! આ તે પેલા 'મિથ્યાભિમાન જણાય છે.” વિમર્શ——“ હા ભાઇ ! એ મિથ્યાભિમાન જ છે."
પ્રકર્ષ— મામા ! એ ભાઇસાહેબને તે રાજસચિત્ત નગરમાં હમેશને માટે સ્થાપન કરવામાં આવેલા હતા તે પેાતાની કાયમની નિમણુક છેડીને અહીં કેમ પધારેલા છે ? ”
"C
વિમર્શ— મહામેાહ રાજાની મકરધ્વજપર એટલી બધી મહેરબાની છે કે એના રાજ્યમાં તેની રાજ્યઋદ્ધિ વધારવા માટે જેની કાયમની નિમણુક અન્યત્ર થયેલ છે એવા લરકરને પણ માહરાજ એ અહીં આણેલું છે. આ મિથ્યાભિમાન મતિમે હર વિગેરે અહીં આવેલા છે, પણ તેઓ યાગીની પેઠે ધારે તેટલા રૂપ કરી શકે તેવા છે તેથી અહીં છે છતાં તેઓ રાજસચિત્ત અને તામસચિત્ત નગરમાં પણ પરમાર્ચથી રહેલા જ છે એમ સમજવું.
પ્રકર્ષ— મામા! હાલ એ ક્યાં જવા તૈયાર થયેલા છે?”
Jain Education International
વિમર્શ—“ ભાઇ ! સાંભળ. તેં અગાઉ રિપુકંપનને બહારના મ ગીચામાં જોયા હતા તે તને યાદ હશે. તેના મેટા ભાઇ લાલાક્ષ રાજાના મરણથી તેના હાલ રાજ્યાભિષેક થયા છે અને અત્યારે આ લલિતપુરના તે રાજા થયેલા છે. આ રિપુકંપન રાજાનું આ રાજ્યભુવન છે. કોઇ કારણ કે મ્હાનું લઇને આ ભાઇશ્રી મિથ્યાભિમાન એ રાજાના મહેલમાં પ્રવેશ કરવા ઇચ્છતા હોય એમ જણાય છે.” પ્રકર્ષ— મામા ! એ રાજાના મહેલ મને પણ બતાવા!” વિશે— ભલે ચાલે !”
મામા ભાણેજ રિપુકંપન રાજાના મહેલમાં દાખલ થયા.
૧ આપણે સિથ્યાભિમાનને રાજસૂચિત્ત નગરે પ્રથમ જોયા હતા. તે એ નગરના સ્થાપિત અધિકારી છે. જીએ પૃ. ૭૯૧.
૨ તામસચિત્ત પુરના અધિકારી જુએ પૃ. ૮૦૧,
For Private & Personal Use Only
www.jainelibrary.org