________________
પ્રકરણ ૨૨ ]
લાલાક્ષ. (મદ્ય-પરદારા.)
૯૩૯
ઉપર લાલ રંગના મદ્યના એક પ્યાલા ચઢાવે છે, કાઇ વાદ્ય વગાડનારને આગ્રહ કરીને દારૂ પીવરાવે છે, નાચ ચાલી રહ્યો છે, કોમલ હસ્ત રૂપ કિસલયેા વડે મદ્યપાત્રો લઇ જવામાં આવે છે, વહાલી પતીના અધરષ્ટનું પાન કરવામાં આવે છે, આવેશમાં દંતપંક્તિથી અધરોષ્ઠ કરડાય છે, દારૂના મદમાં છાકટાપણાની સ્થિતિ વધારે વધારે જામતી જાય છે, નાના મોટાની લાજ મર્યાદા અને સારા ખરાબ કામની આશંકા છૂટતી જાય છે, સ્ત્રીઓના સુંદર મુખ તરફ નજર ખેંચાઇ જાય છે, ગંભીરતા નાશ પામતી જાય છે, મોટા મેટા માણસા નાના ખાળક જેવી ચેષ્ટાઓ કરે છે અને સર્વ પ્રકારનાં અકાર્યની અરાબર વ્યવસ્થા થાય છે એટલે ન કરવાનાં સર્વ કામે થાય છે.
હવે એ લાલાક્ષ રાજાને રિપુકંપન' નામના એક નાના ભાઇ હતા, તે હાલ યુવરાજ પદપર હતા અને આ વખતે લાલાક્ષ રાજા સાથે તે પણ નગર બહાર આવેલ હતા, ખૂબ દારૂ પીને મસ્ત થવાથી તે તદ્દન પરવશ બની ગયા હતા, તેથી પોતે કાર્ય અકાર્યની તુલના કરી શકે તેવી સ્થિતિમાં રહ્યો નહેાતા. એવી પીધેલ અવસ્થામાં તેણે પેાતાની પત્ની રતિલલિતાને હુકમ કર્યો—“ અરે વહાલી ! નાચ કર, નાચ કર–” પેાતાના ડિલવર્ગ સમક્ષ નાચવામાં ઘણી શરમ લાગતી હાવા છતાં પેાતાના પતિના હુકમનેા અનાદર કરવાની તેનામાં તાકાત નહાતી તેથી પાતાની મરજીવિરૂદ્ધ રતિલલિતા નાચવા લાગી. તેનું શરીર અત્યંત લાવણ્યવાળું અને નમણું હોવાને લીધે અને દારૂના મદ પીધા પછી ઘણા વિકાર કરે તેવા હોવાને લીધે જેવી તે નાચવા માંડી કે તે જ વખતે પેલા રાજા લાલાક્ષ ઉપર મકરધ્વજે પેાતાનાં સેંકડો તીરો માર્યાં અને તેને તદ્દન પાતાના તાબામાં લઇ લીધા, જેને લઇને તે રાજા એકદમ એ ભાઇની સ્રી ઉપર અત્યંત શગવાળા થઇ ગયા, પરંતુ તેના રાગની તૃપ્તિ કરવા શું કરવું તે મામતના કેટલાક વખત સુધી તે નિર્ણય કરી શક્યો નહિ. એવી રીતે મકરધ્વજહત દશામાં ત્યાં ને ત્યાં ઘણા વખત બેસી રહ્યો.
રતિલલિતાના મર્યાદા ભંગ.
ના.
રતિલલિતાને લાલાક્ષનું કામાંધપણું, વિવેકભ્રષ્ટતાની હદ,
૧ રિપુકંપનઃ આ લેાલાક્ષ રાજના નાના ભાઇને આપણા કથાનાયક રિપુદારૂણ સાથે ભેળવી ન નાખવાની સંભાળ રાખવી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org