________________
પ્રકરણું ૨૨ મું.
લાક્ષ.
(મદ્ય-પદારા) ભવચક્રનગરનાં કૌતુકે. (ચાલુ)
જ્ઞાસુ ભાણેજને નવું નવું જેવાને બહુ ઉત્સાહ હતું, પિતાએ આપેલ સમય હજુ પહોંચતો હતો અને છે. આંતરતત્વવેદી મામા તેની સર્વ જિજ્ઞાસા સંતોષ
કારક રીતે પૂરતા હતા. પ્રકર્ષે તેથી ભવચક્રનગરનાં
=ઈ કૌતુકે પૂર હોંસથી જેવા માંડ્યા અને મામાએ જાણવા લાયક ખુલાસા કર્યા.
લાક્ષ રાજા અને સુરાપાન,
દારૂની અસરમાં વિવેક નાશ. લાક્ષ રાજાને અગાઉ હાથીની અંબાડી ઉપર બેઠેલા જોવામાં "આવ્યો હતો તે હવે હાથી ઉપરથી નીચે ઉતર્યો અને સામેજ ચકા દેવીનું મંદિર હતું તેમાં દાખલ થયો. પ્રથમ તો એણે ચંડિકા દેવીને મને દિરાથી સારી રીતે તૃપ્ત કરી, પછી દેવીની પૂજા કરી અને ત્યાર પછી એ દેવીની સામે જ દારૂ પીવા માટે મોટી ખુલ્લી ચોગાન જેવી જગ્યા હતી ત્યાં બેઠે. તેની સાથે બીજા રાજપુરૂષ અને પ્રજાજનો આવ્યા હતા તેમણે સુરાપાન કરવા માટે મંડળની યોજના કરી. તે કાર્ય માટે નાના પ્રકારનાં રોનાં બનાવેલાં દારૂ પીવાનાં પાત્રો તેઓએ પાથયાં અને દરેક મનુષ્યની પાસે સોનાનાં મઘપાત્રો સંખ્યાબંધ મૂકી દીધાં. પછી સુરાપાન કરવાને ક્રમ ચાલ્યો. એક પછી એક સર્વે મધ પીવા લાગ્યા; કઈ વધારે હર્ષમાં આવીને આનંદથી વધારે દારૂ પીએ છે, કોઈ વધારે કેફ ચઢાવવા સારૂ હિંદળ રાગ ગાય છે, વળી તેના
૧ પૃ. ૯૩૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org