________________
૩૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
કેસરીએ કરેલી છે, રાગકેસરીની એ પરિણામ નિપજાવવા માટે ચેોજના થયેલી છે, એટલું જ તેનું માહાત્મ્ય છે અને તેણે પેાતાને ખાતે એટલી જ આવક કરવાની છે. વળી એ લોકો (માહ્ય) શબ્દાદિ ઇંદ્રિયના વિષય તરફ લાભાઇ ાય છે, ખેંચાય છે અને તેને લઇને સેંકડો પ્રકારના વિકારો કરી બતાવે છે તે જમાવટ વિષયાભિલાષ મંત્રીશ્વરની છે, વિષયાભિલાષની એ પરિણામ નિપાવવા માટે ચેtજના થયેલી છે, એટલું જ તેનું માહાત્મ્ય છે અને તેણે પેાતાને ખાતે એટલી જ આવક કરવાની છે. ઉપરાંત એ લોકો ખડખડાટ હસે છે, અરસ્પરસ એક બીજાના ચાળા કરે છે તે સર્વ પ્રકાર હાસના નિપુ જાવેલા છે. એવીજ રીતે મહામેાહની પત્ની ( મહામૂઢતા ), વિષયાભિલાષની પત્ની, ( ભાગતૃષ્ણા ), હ્રાસની પત્ની ( તુચ્છતા ) વિગેરે સર્વ તેમને સોંપેલ કામે જ કરે છે અને આપેલ પરિણામ નિપજાવી આપે છે, તેમજ બીજા રાજાઓ અને પેલા સેાળ છેકરાઓ વિગેરે સર્વ પેાતપેાતાને સોંપેલ કામ કરે છે, પેાતાનું માહાત્મ્ય બતાવે છે અને પેાતાને ખાતે તેટલી આવક જમે કરે છે. એ સર્વની ખરાખર ચાસ કામપર જ નીમણુક થયેલી છે. હવે એ લોકો શખ્વાદિ દ્રિયના ભાગા ભાગવે છે, અત્યંત આનંદપૂર્વક પેાતાની રીસાયલી સ્ત્રીઓને અનુકૂળ થવા પ્રાર્થના કરે છે, તેના મ્હોઢાં ચાર્ટ છે, તેને ચુંમન લે છે, તેઓનાં શરીરને ભેટે છે, તેની સાથે મૈથુન સેવે છે–વિગેરે વિગેરે જે કામે થાય છે તે સર્વ કામની ચેાજના ઉપર મકરધ્વજે બીજા કાઇની નીમણુંક કરી નથી પણ એ કામ તે એ રાજાએ પા તાની સ્રી રતિની સાથે પેાતાના જ હાથમાં રાખ્યું છે; એમ કરવાનો હેતુ એ છે કે એ કામ કરવાની તાકાત એ મકરધ્વજમાં જ છે, બીજા કાઇમાં નથી. ભાઇ પ્રકર્ષ એવી રીતે અહીં દ્વેષગજેંદ્ર, શાક વિગેરે પશુ તેને જે કામ સોંપવામા આવેલું છે તે મજાવવાના વખતની તે હાલ રાહ જોઈ રહ્યા છે, તેથી હાલ તેઓ પ્રગટપણે દેખાતા નથી.” અંતરંગ લાકોનાં અનેક રૂા.
પ્રકર્ષ— મામા! જ્યારે સર્વ અહીં આવેલા છે ત્યારે ચિત્તવૃત્તિ અટવીમાં પેલા મહામેાહ રાજાના જે મંડપ આપણે જોયે હતેા તે તેા તદ્દન ખાલી પડ્યો હશે ?”
૧ કામ પડશે એટલે દેખાશે. એનું કામ આવતા પ્રકરણમાં જ પડશે ત્યારે એ લેાકેા અવસરે હાજર થઇ જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org