________________
પ્રકરણ ૨૧]. વસંતરાજ-લોલાક્ષ.
૯૩૫ પ્રકર્ષ–૨મામા! જ્યારે તમે મારા ઉપર આવી અનેક હકીકતો બતાવવાની મહેરબાની કરવા લાગ્યા છે ત્યારે મારી જિજ્ઞાસા હવે કાંઈ પૂરી થયા વગર રહેવાની હતી? પણ મામા ! એક વાત જરા પૂછી લઉ તેને જવાબ આપજો. આ મકરધ્વજની સમીપે મહામહ, રાગકેસરી, વિષયાભિલાષ, હાસ્ય વિગેરે પિતાની સ્ત્રીઓ સાથે દેખાય છે ત્યારે પેલા દ્વેષગજેંદ્ર, અરતિ, શક વિગેરે દેખાતા નથી તેનું મામા સાહેબ ! શું કારણ હશે? શું તેઓ મકરધ્વજના રાજ્યાભિષેકમાં આવ્યા નહિ હોય?” - વિમર્શ–“ભાઈ પ્રકર્ષ! તેઓ સર્વ મકરધ્વજના રાજ્યમાં આ ભવચક્ર નગરે આવેલા છે એમાં તારે જરા પણ આશંકા કરવા જેવું નથી, પરંતુ તેને યાદ હોય તે પ્રથમથી જ મેં તને જવેલું છે કે એ અંતરંગ લેકે કઈ વાર ઉઘાડા દેખાય છે અને વળી કેઈવાર અંતર્ધાન થઈ જાય છે–એવી તેઓની પ્રકૃતિ છે. અત્યારે એ ઠેષગજેંદ્ર, શેક વિગેરે સર્વે અંતર્ધાન થઈને આ મકરવજના રાજ્યમાં વસે છે, પણ પોતે રાજાની સેવા કરવાનો અવસરની વાટ જોઈ રહ્યા છે. અત્યારે મહામહ વિગેરેને સેવા કરવાનો અવસર મળ્યો છે તેથી તેઓ મકરવજની સભામાં પ્રગટ થઈને પિતાની ફરજ બજાવી રહ્યા છે. તારે એટલું બરાબર ધ્યાનમાં રાખવું કે એ મકરધ્વજ મહારાજ સખ્ત હુકમ કરનાર અને તેને બરાબર અમલમાં મૂકનારે છે તેથી એના રાજ્યમાં જે જે માણસને જે જે કામ સોંપાયું હોય તેટલું જ તેણે તે તે પ્રસંગે કરવાનું છે, જેનું જેટલું માહાત્મ્ય હોય તેટલું તેણે બતાવવાનું છે અને જેણે પિતાને ખાતે જેટલી આવક કરવાની હોય તેટલી જ કરવાની છે, તેમાં જરા વધારે પણ તે કરી શકે નહિ અને અને ઘટાડે પણ કરી શકે નહિ. જે હું તને આ વાત દાખલ આપીને બરાબર સ્પષ્ટ કરીને સમજાવું? આ લોલાક્ષ નામને બહિરંગ પ્રદેશનો રાજા છે તેને અને તેના રાજમંડળને તથા સર્વ પ્રજાને પેલા મકરધ્વજે જીતી લીધેલા છે છતાં તે લોકોને એ વાતની જરાએ ખબર પણું પડી શકતી નથી એટલું જ નહિ પણ એ સર્વે બાહ્ય લકે મકરવજને પિતાના ભાઇ જે સગો ગણે છે. એ સર્વ મહામહરાજે જમાવટ કરી છે, મહામહની એ કામ ઉપર જ યોજના થયેલી છે, તેનું માહાત્મ્ય અને તેણે પોતાને ખાતે એટલી જ આવક કરવાની છે એવો મહારાજા મકરધ્વજનો હુકમ છે. એ સર્વે (બાહ્ય) લોકે એક બીજા ઉપર પ્રીતિ રાખીને અરસ્પરસ વળગે છે અને તેમ કરવામાં પોતાની જાતને પૂરી ભાગ્યશાળી સમજે છે તે જમાવટ રાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org