________________
૩૩
પ્રકરણ ૨૧] વસંતરાજ-લાક્ષ. લાક્ષપર મકરધ્વજનો અદષ્ટ વિજય.
ભાઈ પ્રકર્ષ! હમણ જે રાજાને તે હાથીની પીઠ ઉપર એબાડીમાં બેઠેલો જે તે આ માનવાવાસ નગરની અંદર રહેલ એક લલિતપુર નામના નગરને લાક્ષ નામનો બહિરંગ પ્રદેશને રાજા છે. હવે મકરવજને માનવાવાસપુરનું રાજ્ય આપવામાં આવ્યું હતું તેણે એ રાજાના લશ્કરને અને નગરવાસી જનેને હઠાવી દઈને પિતાની શક્તિથી એ રાજાને જીતી લીધો છે અને આ બહારના ઉઘાનમાં કાઢી મૂક્યો છે, પરંતુ આ બાપડે (લોલાક્ષ) એવો અક્કલ વગરને છે કે પિતાને મકરવજે જીતી લીધું છે એમ હજુ તેના સમજવામાં પણ આવ્યું નથી અને આ લેકે જેને રાજા સાથે નગરની બહાર કાઢવામાં આવ્યા છે તેઓ પણ પિતે મકરધ્વજથી છતાયેલા છે એમ માનતા નથી. આટલા ઉપરથી ભદ્ર! તારા સમજવામાં આવ્યું હશે કે મહામહ રાજાની સહાયથી અને મકરધ્વજના પ્રતાપથી આ લેકે તને બતાવ્યું તે પ્રમાણે વિચિત્ર ચેષ્ટાઓ કરી
ગાંજનથી અંતરંગ દર્શન.
પ્રક–“ ત્યારે મામા ! એ મકરધ્વજ હાલ ક્યાં છે?”
વિમર્શ—“અરે ભાઈ પ્રક! એ તે પિતાના આખા પરિવાર સાથે અહીં પડોશમાં જ છે અને તે એવી રીતે રહીને આ સર્વની પાસે નાટક કરાવે છે.”
પ્રકર્ષ–“ ત્યારે તે અહીં દેખાતે કેમ નથી?”
વિમર્શ–“ભાઈ! મેં તને અગાઉ જણાવ્યું છે તેમ એ અંતરંગ લેકે વારંવાર અંતર્ધાન અદશ્ય થઈ શકે છે અને યોગીઓની પેઠે પરપુરૂષપ્રવેશ પણ કરી શકે છે. તે સર્વ આ લેકેના શરીરમાં પેઠા છે, પોતાના વિજયથી ઘણે હર્ષ પામે છે અને તેમના
૧ લોલાક્ષઃ નો અર્થ ચપળ આંખવાળો થાય છે. બાહ્ય પ્રદેશના રાજા ચપળ નેત્રવાળો હતો તે તેના વર્તન પરથી જણાય છે. ભવચક્રનગરમાં આવેલ માનવાવાસ અને તેમાં આવેલ લલિતપુર નગર તે સંસારચક્રની મનુષ્યગતિમાં આવેલ લલિતપુર નામનું બહિરંગ નગર સમજવું.
૨ આટલી હકીકત અંતર્ધાન, એકતા કરી મામાએ ભાણેજને કહી એટલે તે પર હવે ભાણેજની પ્રશ્નાવલિ ચાલી.
જીઓ પૃ. ૯૧૦. નેટ ના ૪ ૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org