________________
૯૩૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા. પ્રતાપથી જે નાટક લેકે કરી રહ્યા છે તે આનંદમાં આવી અંદર બેઠા બેઠા જોયા કરે છે.”
પ્રકર્ષ–“ ત્યારે એ લોકો તો એવી રીતે અંદર બેઠેલા છે તેને આપ કેવી રીતે સાક્ષાત્ જોઈ શકે છે?”
વિમર્શ–“ભાઈ ! મારી પાસે વિમળાલક નામનું અંજન છે. એ આંખમાં આંજવાથી એ સર્વને હું બરાબર જોઈ શકું છું.”
પ્રકર્ષ–“મને પણ એ ગાંજન આંજવાની કૃપા કરે છે જેથી હું પણ એ મકરધ્વજ રાજા આદિ સર્વને બરાબર અવલોકી શકે.” આ પ્રકર્ષની આવી માગણીથી મામાએ તેની આંખોમાં ગાંજન આર્યું અને પછી સ્પષ્ટ રીતે કહ્યું કે “હવે તું તેઓનાં હૃદયપ્રદેશ જે. હૃદય જોઈશ એટલે સર્વ તને જણાઇ આવશે.”
પ્રકર્ષ હર્ષમાં આવી જઈને કહેવા લાગ્યો કે-“અહે મામા! હવે તો રાજ્યાભિષેક થયેલ અને મહામહ વિગેરેથી પરિવારે મને કરવજ મને બરાબર દેખાય છે. અહાહા ! મામા જુઓ તે ખરા! હાથમાં ધનુષ્ય લઈને એ (મકરધ્વજ ) મહારાજા તો સિંહાસન ઉપર બેઠે બેઠે જ પોતાના કાન સુધી બાણેને ખેંચીને લેકેને ભેદી નાખે છે. અરે જુઓ તે ! એ લોકો એના બાણથી વિહલ થઇ ગયા છે અને રાજા (લલાક્ષ) પણ એવી રીતે બાણે લાગવાથી જર્જર થઈ ગયે છે અને તેમને સર્વને એવી વ્યાકુળ વિકારયુક્ત અવસ્થામાં આવી પડેલા જોઈને એ કામદેવ તે પોતાની સ્ત્રી રતિ સાથે મોઢેથી ખડખડ હસે છે અને અરસ્પરસ તાળીઓ આપીને મજા કરે છે! વળી એના નોકરે અને દાસો પણ મોટે સ્વરે બોલે છે કે-“અહો ભારે લગાવ્યા! ઠીક બાણ માર્યા! ખૂબ પ્રહાર કર્યા !! વિગેરે, અને મહામહ વિગેરે પણ મકરધ્વજની સમક્ષ ઊભા રહીને હસે છે. અહાહા! મામા! તમે તો મને બહુ સારી જોવા જેવી હકીકત આજે બતાવી. હું બહુ શું બોલું? આવી રાજ્યની લીલા ભગવતે કામદેવ તમે મને બતાવીને ખરેખર મારા ઉપર મોટી કૃપા કરી છે !!” મહામહાદિ સર્વને મકરધ્વજકૃત નિવેગ,
વિમર્શ–“અરે ભાઈ! હજુ આમાં તે શું છે? આ ભવચક નગરમાં તો તારે હજુ બીજું ઘણુંએ જોવાનું છે! આ નગરમાં તે ઘણું જોવાલાયક તમાસાઓ થાય છે!!”
૧ વિમળલોક અંજનને ખુલાસે પ્રથમ પ્રસ્તાવમાં આપેલો છે. જુઓ પૃ. ૨૫ તથા જુઓ ૫. ૧૨૯-૩૦ (પ્રથમ પ્રસ્તાવ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org