________________
૮૩૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા. હુકમથી માનવાવાસપુરે ગયો છે તે વાત પણ જણાવી. વિષયાભિલાષા મંત્રીશ્વરે તે વખતે તેજ પ્રમાણે સર્વ હકીકત મહારાજા રાગકેસરીને નિવેદન કરી અને રાગકેસરીએ પોતાના પિતાશ્રી મહામહ રાજાને સર્વ હકીકત જણેવી. મહામોહ રાજાએ વિચાર કર્યો કે-અહો! દરેક વર્ષે જ્યારે જ્યારે વસંતને માનવાવાસ નગરે મોકલવામાં આવે છે, ત્યારે ત્યારે તે નગરનું આંતર રાજ્ય મકરધ્વજને આપવામાં આવે છે, માટે આ વખતે પણ તે નગરનું રાજ્ય મકરધ્વજને આપવું જોઈએ, કારણ કે અમારા જેવા સ્વામીએ જે ઉચિત પરિસ્થિતિ ચાલતી હેય તે કદિ પણ ઉલ્લંઘવી ન જોઈએ અને લાંબા વખતથી જે નોકર આપણને વળગી રહ્યા હોય તેમને બરાબર પાળવા જેઇએ અને તેને ઉર્ષે વધારે જોઈએ, મહામોહ રાજાએ આ પ્રમાણે પોતાના મનમાં વિચાર કરીને પોતાની રાજસભાના સર્વ રાજાઓને એકઠા કર્યા. પછી તેમને જણુવ્યું કે “તમે સર્વ આ હકીકત સાંભળે. ભવચક નગરમાં જે પેલું માનવાવાસ નામનું આંતર નગર છે તેનું રાજ્ય મારે ઘેડા વખત માટે મકરવજને આપવાનું છે. તમારે સર્વેએ તેની નજીકમાં જ રહેવું, એ મકરધ્વજના જાણે તમે સેનાનીઓ છે એ ભાવ તમારે ધારણ કરવો, એ મકરવજને રા
જ્યાભિષેક કરે, એને હુકમ તમારે સર્વેએ ઉપાડી લે, રીતે સર્વ રાજ્યકાર્યો બરાબર કરવા અને સર્વ ઠેકાણે જરા પણ પાછા હઠ્યાવગર કર્તવ્ય બજાવવું; હું પોતે પણ એ મકરધ્વજના રા
જ્યમાં એક પ્રધાન તરીકે જ કામ કરવાનો છું. માટે તમે સર્વે તૈયાર થઈ જાઓ. આપણે સર્વે એ નગરે જઈએ.” સર્વ રાજાઓએ જમીન સુધી પિતાનાં મસ્તક નમાવી મહારાજા મહરાયનાં તે વચને અંગીકાર કર્યો. ત્યાર પછી મહારાજાએ મકરવજને જણાવ્યું કે “ભદ્ર! તારે પણું માનવાવાસપુરની ગાદીએ બેસીને બીજા રાજાઓ છે તેઓની આવક લઈ ન લેવી, અગાઉ સર્વના જે જે હકો છે તે સર્વને લેવા દેવા અને પુરાણ પ્રીતિથી સર્વની સાથે તારે રીતસર વર્તવું.” મકરધ્વજે મેહરાયને એ હુકમ માથે ચઢાવ્યું. ત્યાર પછી સર્વે રાજાઓ આ માનવાવાસપુરે આવ્યા, બધાએ એકઠા થઈને ત્યાં મકરધ્વજને રાજ્યાભિષેક કર્યો અને બાકીના સવે રાજાઓએ પિતાપિતાને યોગ્ય તેને અમલ સ્વીકાર્યો.
૧ મુખ્ય અધિકારી હોદ્દેદાર (ઓફીસર). પિતે મોટા રાજા પણ થોડા વખત માટે હાથ નીચેના અધિકારી બની જવાનું કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org