________________
પ્રકરÄ ૨૧}
વસંતરાજ-લાલાક્ષ.
૩૧
મિત્ર મકરધ્વજને જણાવી કે ભાઇ! મહારાણી ( કાળપરિણતિ )ના હુકમથી ભવચક્રનગરમાં આવેલ માનવાવાસ નામનું અંતર નગર છે ત્યાં મારે હાલ જવાનું છે, આથી મારે તારી સાથે કેટલાક વખત વિરહ રહેશે તેથી હું તને મળી લેવા અહીં આવ્યા છું.' વર્સતનાં આવાં વચન સાંભળી મકરધ્વજે જવાબમાં આનંદપૂર્વક જણાવ્યું કે મિત્ર ! ગયા વરસમાં આપણે એ માનવાવાસ નગરમાં સાથે હતા ત્યારે આખા વખત કેટલી મજા ઉડાવી હતી તે સર્વ વાત શું તું ભૂલી જ ગયા કે અત્યારે મારા વિરહની આશંકાથી આટલા બધા ખેદ કરે છે? મારી સાથે તારે વિરહ થશે અને તેથી તારા મનમાં અત્યારે ખેદ થાય છે એ તદ્દન ગેરસમજુતીનું પરિણામ છે, જે ! જ્યારે જ્યારે મહારાણી કાળપરિણતિ તને માનવાવાસપુરે જવાના હુકમ આપે છે ત્યારે ત્યારે પેલા મહામેાહ મહારાજા મને એ નગરનું રાજ્ય આપે છે તે તું કેમ ભૂલી ગયા? તેથી હવે વિરહ થવાનું કારણ તો છે જ નહિ, છતાં તારા મનમાં મારા વિરહ થશે એવી શંકા કેમ થઇ ?” વસંતે જવાબ આપ્યો ભાઇ મકરધ્વજ ! તેં એ સુંદર વાતની યાદી આપીને મને નવી જીંદગી આપી છે. નહિ તેા એ વાત હું તદ્ન વીસરી જ ગયા હતા. જ્યારે વગર અવસરે એકદમ કાઇ ચિંતા આવી પડે છે ત્યારે મિવિરહની આશંકાથી પ્રાણી પેાતાના હાથમાં લીધેલ ગામતને પણ ઘણીવાર ભૂલી જાય છે–વિસરી જાય છે. તેથી તેં અહુ સારી વાત કરી. ત્યારે હવે હું તેા વિદાય થાઉં છું. તું પણ મારી પછવાડે જરૂ૨વહેલા આવજે.' મકરધ્વજે પેાતાના મિત્રના વિજય ઇન્ક્યો. પછી તુરત જ વસન્તરાજ આ માનવાવાસપુર નામના નગરે આવ્યા. એણે જુદા જૂદા ઉદ્યાન બગીચાઓમાં પેાતાના વિલાસ કેવા જમાન્યા છે તે તેા ભાઇ પ્રકર્ષ! મેં તને હમણા જ મતાવ્યું.
મકરધ્વજના રાજ્યાભિષેક,
“ ભાઇ પ્રકર્ષ! વસંતરાજ વિદાય થયા પછી મકરધ્વજે વિષયાભિલાષ મંત્રીને વિજ્ઞપ્તિ કરી કે તેના ઉપર કૃપા કરીને લાંબા વખતની ચાલી આવતી સ્થિતિનું ખરાખર પાલન કરવું; પછી તેણે વસંત સંઅંધી સર્વ હકીકતની યાદી આપી અને વસંત કાળપરિણતિ દેવીના
૧ વસંતને કાળ-સમય આવે ત્યારે જ તે તૈયાર થાયછે તેથી અહીં મહારાણીના હુકમ કહ્યો જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org