________________
પ્રકરણ ૨૧] વસંતરાજ-લલાક્ષ. ભાલાવા લાગ્યા, ભાટભવાયા વિગેરે મોટેથી બિરદાવળીઓ બોલવા લાગ્યા, ગણિકાઓ પિતાના નૃત્ય વિગેરે કાર્યમાં જોડાઈ ગઈ, જેનાર વર્ગમાં એકદમ ખળભળાટ થઈ ગયા અને ચોતરફ રમત ગમત વધારે જામવા લાગી. - ત્યાર પછી તે સમુદાયમાં તે કઈ લેકે નાચે છે, કોઈ કુદે છે, કોઈ દેડે છે, કેઈ આનંદના અવાજે કરે છે, કઈ કટાક્ષ ફેંકે છે, કે આળોટે છે, કેઈ અરસ્પરસ મશ્કરી કરે છે, કઈ ગાય છે, કે વગાડે છે, કે હર્ષ પામે છે, કેઈ મોટેથી બૂમો પાડે છે, કેઈ આનંદમાં આવી જઇ કાખલી કૂટે છે અને કેઈ અરસ્પરસ સેનાની પીચકારીઓ હાથમાં લઈ તેમાં સુખડકેશરમિશ્ર જળ ભરીને ફેંકે છે. આવી રીતે અનેક પ્રકારે કંઈ પણ જગ્યાએ નહિ સાંભળેલા વિલાસમાં લેકે પડી ગયા હતા અને સર્વ કામદેવની અગ્નિથી ઉત્તજિત થઈ રહ્યા હતા–એવી અવસ્થામાં તે સર્વ લેકે મહા વિદ્વાન અને બુદ્ધિશાળી (વિમર્શ)ને જોવામાં આવ્યા તે વખતે તેણે તેમને માટે શું વિચાર કર્યો તે હવે આપણે જોઈએ.
વિમર્શનું ચિંતવન, પ્રકવેને સાદો પ્રશ્ન,
વિમર્શનું અંતર્ધાન, ચિત્ર માસમાં રસમાં લસબરસ થયેલા લેકેએ મચાવેલી તેવા પ્રકારની ધમાલ જોઈને વિમર્શમામાએ પોતાના મનમાં વિચાર કર્યોઅહ! એહરાયનું સામર્થ્ય તો ભારે આશ્ચર્યકારક જણાય છે! અહો! રાગકેસરી વિલાસ પણ જબરે દેખાય છે! અહે! વિષયાભિલાષા મંત્રી પ્રતાપ પણ ભારે જણાય છે! મકરધ્વજ કામદેવનું માહાસ્ય પણ આશ્ચર્ય ઉપજાવે તેવું જણાય છે! કામદેવની સ્ત્રી રતિની ક્રીડા પણ ભારે જબરી જણાય છે! મહાસુભટ હાસ્યનો ઉલ્લાસ પણ જે તે નથી! પાપી કાર્યો કરવામાં આ લેકેની હિમત પણ હદ બહાર છે! પ્રમાદ પણ કેટલે ! એ લોકોનું પ્રવાહની સાથે વહેવાપણું પણ ભારે નવાઈ જેવું છે! તેઓની દીર્ધદષ્ટિનો અભાવ
૧ હરે હરે જેવા અવાજ કરે છે.
૨ રસ અને રંગે ફેંકવા એ હુતાશનિ વખતને સામાન્ય બનાવે છે. નગર બહાર જઈ આનંદ કર, હળણું કાઢવી એ રિવાજ હાલ પણ પ્રચલિત છે.
મદિરાપાન વિગેરે. ૪ વિષયરૂપ નદીના પ્રવાહમાં નીચે નીચે ઉતરતા ચાલ્યા જઈ તણાવાપણું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org