________________
૨૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. ( પ્રસ્તાવ રથના ગડગડાટથી ગાજી રહેલ, હાથીઓના મેટા સમુદાયથી મોટા વાદળાના વિભ્રમને ઉત્પન્ન કરનાર, તીક્ષ્ણ ભાલાઓના ચળકાટથી વિજળી જેવા ચમકાર કરતા, ચાલતા તેજસ્વી શ્વેત અન્યોથી મોટા બગલાઓનું નિદર્શન કરાવત, હાથીઓના ઝરતા મદરૂપી જળથી મનોહર લાગતે, હર્ષના આવેશને લીધે ઊંચા નીચા થઈ જવા લકોથી સેવા, સુંદરીવર્ગના મનમાં મહા ઉન્માદ કરનાર મકરવજનું રૂપ ધારણ કરતા, મોટા રાજવર્ગ અને નગરવાસી લેકોથી પરિવેષ્ટિત રાજા ચૈત્રમાસની શોભા જેવા માટે પોતાના આખા લશ્કર સાથે તે વખતે બહાર નીકળી પડ્યો, બંધુબુદ્ધિથી જાણે મહા મેઘ' આવતો હોય તેવો તે લાગતો હતો. તેની બાજુમાં જાણે સેંકડો ભમરાઓ ગુંજારવ કરતા હોય તેમ મર્દલ નામનાં વાજિંત્રો વાગી રહ્યા હતા તેમજ વિલાસ કરતી ઝાંઝો અને વીણુના વનિ ઉત્પન્ન થઇ રહ્યા હતા તેમજ ગાનતાન અને નાચ પણ ચાલી રહ્યા હતા.
તે વખતે મેટા સામન્તોના પરિવારથી પરિવરેલ, મેટા શ્રેષ્ઠ હાથી ઉપર બેઠેલો અને જેના મસ્તક પર વિકાસ પામતા સુંદર ધવન કમળના મંડળથી શ્વેત રંગના મોટા છત્ર જેવી છાયા થયેલી છે તે તે રાજા પ્રકા અને વિમરના જોવામાં આવ્યો. તે રાજા દેવતાઓના સમૂહની વચ્ચે રહેલો અને ઐરાવણ હાથી પર બેઠેલે ઇંદ્ર હોય તે શોભતા હતા. તેની આગળ હર્ષથી આનંદને કલકલ અવાજ કરતે અનેક શ્વેત છત્રને ધારણ કરતે લેકેનો મોટો સમુદાય લેવામાં આવતા હતા, તે જાણે મહાવનિમય અનેક ફિણના પિથી લેભાયમાન માટે દરિયે હોય અથવા તે હાલતી ચાલતી કેળ (બ્રજા) રૂ૫ હજાર હાથ વડે હરીફાઇથી ત્રણ ભુવનને પણ અવગણ હેાય એ દેખાતે હતે.
એ રાજા નગરમાંથી બહાર નીકળીને ઉદ્યાન (બગીચા)ના નાકઉપર આવ્યો એટલે ભમરાઓ વિશેષ ગુંજારવ કરવા મંડી ગયા, મૃદંગ વાગવા લાગ્યાં, વેણુમાંથી મધુર સ્વર નીકળવા લાગ્યો, કાસીઓ ઉલ્લાસ પામી (ખૂબ વાગવા લાગી ), મંજીરાઓમાંથી રણુરણુટ અવાજ થવા લા, તાલસુરના આલાપ થવા લાગ્યા, મશ્કરા (તમાસો જેનારા) લેકેને મોટો કેળાહળ થવા લાગે, જયજયકારના શબ્દો ચોમેરથી
૧ મેધ-વરસાદ વસંત ઋતુમાં પોતાના ભાઈ વસંતની શોભા જેવા આવ્યા હોય નહિ તે તે રાજ લાગે છે. આની સાથે ઉપરના સર્વ વિશેષ લાગશે. મેઘસાથે ગડગડાટ ચમકારા વિગેરે સર્વ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org