________________
૮૦૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા.
[ પ્રસ્તાવ ૪ પ્રકારના સંતાપે થાય છે, તેઓનાં મનમાં મોટો ઉન્માદ થાય છે અને વ્રત નિયમથી તેઓ એકદમ ભ્રષ્ટ થઈ જાય છે; આવી છે તેઓની સ્થિતિ થાય છે તે આ મહામંડપને લીધે થાય છે. પેલા મહામહ વિગેરે રાજાઓ છે તેઓ તો સ્વાભાવિક રીતે એ મંડપ “પાસે આવીને અને તેને પ્રાપ્ત કરીને મનમાં ઘણે આનંદ પામે છે;
બાકી બહિરંગ કે મેહને વશ પડી જ્યારે જ્યારે એ મંડપમાં દાખલ થાય છે ત્યારે ત્યારે ખરાબ માનસિક સ્થિતિમાં આવી જઈ “દુઃખસમુદ્રમાં ડૂબી જાય છે તેનું કારણ એ છે કે એ બહિરંગ “લેકેને અનંત સુખ આપનાર “એકાગ્રતા” જે મનને અત્યંત શાંતિ “આપનાર છે તેને એ મંડપ પિતાની શક્તિથી હણી નાખે છે. એમાં
મેટા કમનસીબની બાબત તો એ છે કે એ બાપડા બહિરંગ લેકે “આ મંડપમાં કેટલી અદ્દભુત ઉછેદક શક્તિ છે તે જાણતા નથી
અને તેથી મેહને લઈને વારંવાર આ મંડપમાં બીચારા દાખલ થયા કરે છે. જે પુણ્યશાળી પ્રાણીઓ આ મંડપની શક્તિને બરાબર “સમજી જાય છે તેઓ તે ફરીવાર આ મંડપમાં કદાપિ પણ પ્રવેશ “ કરતા નથી. એવા ભાગ્યશાળી પ્રાણીઓ તે પછી પોતાના ચિત્તને
બરાબર શાંતિમાં રાખીને એકાગ્રતા” નો આશ્રય લે છે અને આ જ “ જન્મમાં સતત આનંદને અનુભવ કરે છે. આવી આ મંડપની યૌગિક અદ્દભુત શક્તિ છે. તૃષ્ણાદિકા,
“ભદ્ર પ્રકી ! આવી રીતે ચિત્તવિક્ષેપ મંડપના ગુણદોષનું તારી “પાસે વિસ્તારથી વર્ણન કર્યું. એજ મંડપની મધ્યમાં એક વેદિકા
છે તેનું વિવેચન પણ બરાબર સાંભળ. એ વેદિકા મહામહ મહારાજા માટે તૈયાર થયેલી છે અને લોકોમાં તે તૃણાના “ નામથી સારી રીતે પ્રસિદ્ધિમાં આવેલી છે. એ મહારાજાને માટે તૈયાર કરેલી છે એમ કહેવાનું કારણ તું બરાબર બારીકીથી જોઇશ તો તને જણાશે કે મહારાજાએ પોતાના કુટુંબની અંદર જે જે લેકે છે તે સર્વને એ વેદિકા ઉપર દાખલ કરી દીધા છે. વળી તે વધારે સારી રીતે જોઈશ તે તને
૧ વેદિકા-એટલે માચડે. મંડપમાં રાજાને પ્રમુખને તથા મોટા માણસને બેસવા માટે જે ઊંચી જગ્યા બાંધવામાં આવે છે તે. (Platform) લૂણા વધારે મેળવવાની અંતરંગ ઇચ્છા; ભવૃત્તિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org