________________
૯૦૪
ઉપમિતિ ભવપ્રપંચો કથા.
[પ્રસ્તાવ ૪
ચામડું મઢેલ છે, પણ વાસ્તવિક રીતે તે હાડકાં જ છે એમ જાણજે. “ સ્ત્રીનું પેટ તેના ઉપર ત્રણ આવળિઓ પડતી હોવાથી તારા ચિત્તનું “રંજન કરી રહેલ છે તે હે મુર્ખ ! વિષ્ટા, મુત્ર, આંતરડાં અને મળથી ભરપૂર છે. સ્ત્રીની વિશાળ કેડ (કમર) તારા મનને ખેંચે છે તે અનેક પ્રકારની અશુચિઓને રાખી મૂકવાની કોથળી છે એમ ત “વિચાર. સ્ત્રીનાં બે સાથળને મૂઢ પુરૂએ સેનાના બે સ્તંભની કલ્પના
કરી છે અને તેના પર આકર્ષણ થાય છે તે તો ચરબી, મજા અને “અશુચિથી ભરેલા બે નળ છે એમ તું સમજ. સ્ત્રીના પગે જ્યારે તે ચાલતી હોય ત્યારે હાલતાં ચાલતાં રાતાં કમળ જેવા સુંદર લાગે છે પરંતુ બરાબર જોઇશ તો તને જણાશે કે સ્નાયુઓવડે બાધેલાં “હાડકાંઓનાં એ બે પાંજરાં જ છે. વળી ભાઈ! તને કામદેવના વચનને બેલતું સ્ત્રીનું મંદ મંદ ભાષણ કાનને અમૃત જેવું લાગે છે તે વાસ્તવિક રીતે તને એકદમ મારી નાખે તેવું હળાહળ ઝેર છે
એમ તું સમજી લેજે. જે, તારી ઘણી ગેરસમજ થાય છે. સ્ત્રીઓનું “શરીર શુક્ર અને લેહીથી ઉત્પન્ન થયેલું છે, જેમાંથી મોટાં મોટાં
નવ છિદ્રોવાટે મળ નીકળ્યો જાય છે, તે માત્ર હાડકાંઓની સાંકળ “રૂપ છે. વળી ભાઇ! તારું પોતાનું શરીર પણ એનાથી જરાએ “જાદુ નથી, એના જેવું જ છે, હાડકાંનું બનેલું છે અને મળથી ભર“પૂર છે; ત્યારે આવી સાચી હકીકત સમજવા પછી કયો ડાહ્યો
માણસ હાડપિંજરનો મેળાપ કરે! સ્ત્રી શરીરને તારું શરીર મળે“ભેટે એમાં હાડકાં ને ચામડાનો મેળાપ થાય છે એમાં તે ભલા
“માણસ ! તું શું રાચીમાચી રહે છે! પ્રચંડ પવસ્ત્રીચિત્ત ભાવના. “ નથી ઉડતી વિજાના છેડાના અગ્રભાગ જેવું સ્ત્રી
“એનું ચિત્ત ચપળ હોય છે; એવા હૃદય પર કર્યો “સમજુ માણસ રાગ કરવાનું સાહસ ખેડે! સરેવરમાં વિલાસ કરતા
અનેક ચપળ તરંગોની શ્રેણીથી ચલાયમાન થતા પાણીમાં પડતું “ચંદ્રનું પ્રતિબિંબ પકડી લેવાનો પ્રયત જેમ સર્વદા નિષ્ફળ જ નિવડે છે તેમ સ્ત્રીનાં હૃદયને વશ કરવાનો પ્રયાસ પણ તદ્દન નિષ્ફળ થાય છે. સ્ત્રીઓ સ્વર્ગ અને મોક્ષના સાચા માર્ગની જાણે કુદરતી રીતે ગોઠવાઈ ગયેલી આડી ભુંગળ જેવી છે. વળી સ્ત્રીઓ ખરેખર નરકના દ્વારને બતાવનાર છે. એને ભેગવવામાં સુખની ગંધ નથી, એના “સંબંધમાં સંતોષ નથી, એના વિયોગમાં આનંદ નથી, એની હયા
૧ નવછિદ્રઃ બે આંખ, બે કાન, બે નાસિકા, મુખ, ગુદા અને યોનિ એ નવ દ્વારો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org