________________
પ્રકરણ ૨૦ ]
ભચક્ર નગરને માર્ગે.
૨૧૭
કોઇ વખત ખરાબ લાગે તેવું પણ કરે છે, જ્યારે આ ( મહામેાહ ) ભાઇશ્રી તેા એવા છે કે તે તેા લોકોને તદ્દન ખરામ લાગે, હેરાનગતિ કરે અને ત્રાસ આપે એવાં જ કામેા કરે છે. વળી એક બીજી પણ વાત છેઃ આ ( મહામેાહ) મહારાજા લડાઇ કરી જીત મેળવવાની ઇચ્છાવાળા છે ત્યારે પેલા (કર્મપરિણામ ) રાજા બહુ નાટકપ્રિય છે, એને નવા નવા ખેલ જોવા મહુ ગમે છે. આ પ્રનાટકપ્રિય કર્મપમાણે હોવાથી પેલા સર્વ નાના મેાટા રાજા છે તે રિણામ. ત્રાસ આ-સર્વે મહામાહ રાજાની સેવના હમેશાં કર્યાં કરે છે, પનાર મેહરાય. છતાં લેાકેામાં તે એમ જ કહેવાય છે કે એ કર્મપરિણામ રાજા જે આ મેહરાયના ભાઇ થાય છે તે જ મેટા રાજા છે, કારણ કે એના રાજ્યવિસ્તાર માહરાજાના કરતાં પણ વધારે છે. આ પ્રમાણે હોવાથી માહરાજા પાતે અને તેને સેવનારા સર્વ રાજાએ કર્મપરિણામ રાજાની પાસે વારંવાર જઇને તેના આનંદમાં વધારો કરવા માટે નાટક કરી આવે છે. એ રાજાએ જ્યારે કર્મેપરિણામ રાજા પાસે નાટક કરવા જાય છે ત્યારે તેમાંના કોઇ તા જાતે ગાનારાઓનું કામ કરે છે, કેટલાક વીણા વિગેરે વગાડે છે અને કેટલાક પોતે જાતે જ મૃદંગ વિગેરે વાજિત્રોનું રૂપ ભક્તિપૂર્વક ધારણ કરી લે છે. સંક્ષેપમાં કહું તે જે આ સંસારનાટક ચાલે છે તેમાં મહામાહ વિગેરે સર્વે રાજાઓ હેતુપણું પામે છે એટલે કે નાટક કરનારાઓ થાય છે અને એ કર્મપરિણામ મહારાજા પેાતાની કાળપરિતિ સ્રીસાથે બેસીને એ સંસારનાટક જોઈને આનંદ મેળવે છે અને મેાજ માણે છે. આટલા માટે આ સર્વે રાજાઓના તે કર્મપરિણામ રાજા ઉપરી–સ્વામી છે એટલુંજ નહિ પણ એ ઉપરાંત બીજા જે જે અંતરંગ રાજાએ છે તે સર્વના લગભગ ઉપરી એ જ મહારાજા છે. એમાં સાર એટલા જ છે કે કર્મપરિણામ મહારાજ આખા સમુદાયના ઉપરી છે–સારા અને ખરામ સર્વે રાજાઓના નાયક છે. અને આ મહામાહરાય તે તેના એક વિંભાગના જ ઉપરી છે અને કર્મપરિણામ મહારાજાના હુકમને ઉઠાવનારા છે.
“એ બાબત હજુ પણ વધારે સ્પષ્ટ રીતે તારે સમજવા યોગ્ય છે તેથી હું કહું છું તે ખરાખર લક્ષ્યમાં રાખી લે. જે જે અંતરંગ લોકો પ્રાણીઓનું સારૂં અથવા ખરામ કરનારા છે તે સર્વને પ્રવર્તાવનાર ઘણે ભાગે એ કર્મપરિણામ મહારાજા જ છે. નિવૃત્તિ નગરી માદ કરીને બાકી જેટલી નગરી અથવા શહેર અંતરંગ પ્રદેશમાં
૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org