________________
પ્રકરણ ૨૦] ભવચક્ર નગરને માર્ગ.
૯૬૫ 'वहन्ति यत्राणि महेापीलने, हिमेन शीता च तडागसन्ततिः। जनो महामोहमहत्तमाशया,
तथापि तां धर्मधियावगाहते ॥ મોટી મોટી શેરડી પીલવાના વાઢમાં ચીચુડાઓ ચાલુ થઈ ગયા છે, તળાવો હિમથી તદ્દન ઠંડા થઈ ગયાં છે, છતાં પણ લેકે મહામહના મોટા વજીર (મિથ્યાદર્શન)ની આજ્ઞાથી તેમાં ધર્મબુદ્ધિથી પડે છે, માની લે છે કે સન્ત ઠંડીમાં અણગળ પાણુમાં સ્નાન કરવાથી તેમને ધર્મ પ્રાપ્તિ થશે.
“મામા! આ શિશિર કાળ હવે તે લગભગ પૂરો થવા આવ્યો છે.
આપણને ઘર છોડયાને તે હજુ છમાસ જ લગભગ ચાલ માગણી. પૂરા થવા આવ્યા છે, ત્યારે આપશ્રી એટલા થોડ,
વખતમાં તે શા સારું ત્રાસ પામી જાઓ છે? મારા ઉપર મહેરબાની કરીને આપ ભવચક નગર તો મને જરૂર બતાવો. ત્યાર પછી આપને જેમ રૂચે તેમ કરો.” ભવચક્ર નગરે જવાની બાબતમાં ભાણેજનો દઢ આગ્રહ જોઈને
મામાએ સંમતિ આપી એટલે મામા ભાણેજ ભવઆખરે સ્વીકાર. ચક્ર નગરે જવાને તૈયાર થયા. જતાં જતાં તેઓએ
મહામોહ મહારાજાનું ચતુરંગ બળ જોઈ લીધું. એ લશ્કરમાં મિથ્યાદર્શન વિગેરે અનેક ર હતા, તેમાં મમત્વ વિગેરે અનેક હાથીઓ ગર્જના કરી રહ્યા હતા, અજ્ઞાન વિગેરે ઘડાઓ હેષારવ કરી રહ્યા હતા અને દીનતા, ચપળતા, લોલુપતા વિગેરે પાળાઓથી તે ભરપૂર હતું. એવી રીતે રથ, હાથી, ઘોડા અને પાળાઓના એ જબરજસ્ત મોટા લશ્કરને ચારે તરફથી બરાબર જોઈ લઈને મામા ભાણેજ એ ચિત્તવૃત્તિ અટવીથી બહાર નીકળ્યા.
૧ “વંશસ્થવિલ' વ્રત છે. ૨ વીને એ પણ પાઠ છે. બીજી પંક્તિમાં સત્તતિ ને બદલે પતિ પાઠ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org