________________
૯૧૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૪
કારણ રહે છે?” ( સૂર્ય દક્ષિણદિશાના સંબંધ છેડી દીધા છે તેથી તેનામાં જે અલ્પ પ્રકાશરૂપ લઘુતા થતી હતી-થયા કરતી હતી તે દૂર થઇ; ભીક્ષાવૃત્તિ કરનાર માણસ જ્યારે દક્ષિણાની આશા છેડી દે એટલે પછી એને માનહાનિરૂપ લઘુતા થવાનું બીજું શું કારણ છે ?) 'कार्यभारं महान्तं निजस्वामिनो, यान्त्यनिष्पन्नमेते विमुच्याधुना । पश्य माम स्वदेशेषु दुःसेवकाः, शीतभीताः स्वभार्या कुचोष्माशया ॥
જુએ મામા ! ( પરદેશમાં કામ કરવા મેકલેલા) સ્વામીદ્રોહી સેવકે ( આ ઋતુમાં) ઠંડીથી ડરી જઈને પેાતાના સ્વામી( શેઠ )નું જે માન કામ કરવા ગયેલ હાય છે તેને અરધે રસ્તે અધૂરું મૂકી દઇને પેાતાની પ્રેમાળ પત્નીના દીર્ઘ સ્તનની ગરમીની આશાએ સ્વદેશ તરફ પાછા ફરે છે.
ये दरिद्रा जराजीर्णदेहाश्च ये, वातला ये च पान्था विना कन्थया । भोः कदा शीतकालोऽपगच्छेदयं, माम जल्पन्ति ते शीतनिर्वेदिताः ॥
મામા ! જુએ, જેઓ જાતે ગરીબ હોય છે, જેઓનાં હાડ ઘડપશુને લીધે ખડખડ થઇ ગયેલાં હેાય છે, જેનાં શરીરમાં વાતનું જોર થઇ ગયેલ હોય છે, જે મુસાફરીમાં હોય છે અથવા જેની પાસે ઓઢવા માટે કંથા ( ફાટેલ ગોદડી) પણ હાતી નથી, તે ઠંડીની પીડાને લીધે આ શીતકાળ તે હવે ક્યારે પતશે ?’ એમ આવ્યા કરે છે. यामश्वादिभक्ष्याय लोलूयते, भूरिलोकं तुषारं तु दोदूयते दुर्गतापत्यवृन्दं तु रोरूयते, जंबुकः केवलं माम ! कोकूयते ॥
મામા ! ઘેાડા વિગેરેના ભક્ષણ માટે જવની કાપણી કરવામાં આવે છે, સખ્ત ઠંડી ઘણા પ્રાણીઓને ત્રાસ આપે છે. દુ:ખી દરિદ્રી લોકોનાં કરાં શીતના દુ:ખથી રૂએ છે, માત્ર એક શિયાળવાં જ આનંદના અવાજો કર્યાં કરે છે.
Jain Education International
૧ ‘અગ્મિણી’ છંદ છે. તેજ છંદ આ પછીના એ શ્લાકમાં પણ છે.
૨ જવને પાક માધમાસે થાય છે.
૩ શિયાળાને આ ૠતુ બહુ અનુકૂળ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org