________________
૧૬
ઉપમિતિ ભવપ્રપંચા થા. ભવચક્રને માર્ગ.
મામા ભાણેજ વચ્ચે સુંદર ચર્ચા મહામહ કર્મપરિણામને સંબંધ એક નાનો ભાઈ–બીજે મેટે ભાઇ
ખંડણી, જાગીર, વારસાહક્ક, સમય, ચિત્તવૃત્તિ અટવીમાં આવીને પડાવ નાખીને પડેલા મોહરાયના મોટા લશ્કરને બરાબર જોઈને વિમર્શ અને પ્રકર્ષે કુચમુકામ કરતાં ભવચક્ર નગરને માર્ગ પડી ગયા. મજલ દડમજલ રસ્તો કાપતાં તેઓ આગળ વધ્યા જતા હતા. દરમ્યાન રસ્તો ટુંકે કરવા માટે ભાણેજે મામાને રસ્તામાં કેટલાક અગત્યના સવાલ પૂછડ્યા અને વાતચીત શરૂ કરી.
પ્રર્ષ–“મામા ! આ દુનિયામાં સર્વને ઉપરી સાર્વભૌમ જે જે કર્મપરિણામ રાજા ગણાય છે, જેની વાત અગાઉ થઈ ગઈ છે અને જેણે પોતાના પ્રતાપથી આખા રાજ્યને વ્યાપ્ત કરી દીધું છે તેને હુકમ આ મહામોહ મહારાજા ઉપર પણ ચાલે છે કે નહિ? તે સંબંધમાં મારા મનમાં શંકા થાય છે. આપ તેને નિર્ણય સમજા.”
વિમર્શ “ભાઈ પ્રક! એ બન્ને રાજાઓમાં પરમાર્થથી જોઈએ તે જરા પણ ભેદ (તફાવત વિરોધ ) નથી. સાધારણ રીતે એમ કહી શકાય કે એ કર્મપરિણામ રાજા મોટા ભાઈ અને આ મહામહ રાજા છે તે નાનો ભાઈ હોઈને તેને આ ચિત્તવૃત્તિ અટવીનું રાજ્ય સોંપવામાં આવ્યું છે. એમ કહેવાનું કારણ એ છે કે આ મહામહ નરાધિપ છે તે એક રીતે ચેર જેવો છે અને અંધારામાં ઘા કરનારે છે તેથી તેને અટવીમાં સ્થાપન કરવામાં આવ્યો છે તે બરાબર યોગ્ય છે. આ અટવીમાં બીજા રાજાઓ તારા જોવામાં આવ્યા હતા તે સર્વ આ મહામહ રાજાના પાળાઓ છે-સેનાનીઓ છે એમ ગણવું તત યોગ્ય છે. તેમાં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે તે એ છે કે પેલે કર્મપરિણામ રાજા જે આને મેટો ભાઈ છે તે પ્રકૃતિથી એ છે કે કઈ વખત પ્રાણીઓને સારું લાગે તેવું પણ કામ કરે છે અને
૧ કર્મ પરિણામ રાજા સંબંધી હકીક્ત પૃ. ૨૫૮ થી આવે છે. ત્યાં સારે સ્તાર છે (પ્રસ્તાવ દ્વિતીય-પ્રકરણ-દ્વિતીય.)
- ૨ કર્મ શુભ અને અશુભ બન્ને પ્રકારના હોય છે. જ્યારે મેનીય કર્મ જે કર્મને એક પ્રકાર છે તે તેને પ્રાણીને ત્રાસ જ આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org