________________
૨૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ જ
ચાલે છે કે મેહરાજા પરાક્રમી છે, લડવૈયા છે અને કર્મપરિણામને નાટક ઘણું ગમે છે તેને લઇને પંડિતાએ મહાસિંહાસન ઉપર બેઠેલ ઉપરના રાજા તરીકે મહામેાહુને ગણાવ્યા છે. બાકી વાસ્તવિક રીતે જોતાં ભાઇ પ્રકર્ષ! એ અન્ને રાજામાં કાંઇ પણ ભેદ નથી અને ખરી રીતે તે આ એક જ રાજ્ય છે એમ તારે સમજવું, કહેવાના આશય એ છે કે કાર્યના પરિણામને લઇને અને વ્યવહારમાં માહનું પ્રાબલ્ય વધારે હાવાથી તેને ખાસ રૂપક આપી બતાવેલ છે, બાકી તેનું રાજ્ય અને કર્મપરિણામનું રાજ્ય તેટલા પૂરતું તે એક જ છે.” પ્રકર્ષ— મામા ! મારા મનમાં જે શંકા ઉત્પન્ન થઇ હતી તે હવે નાશ પામી ગઇ છે. આપશ્રી જેવા જ્યારે મારી નજીક હાય ત્યારે સંશય વધારે વખત ટકી રહે એ બનવા જેવું જ નથી !”
વસ્તુતઃ એ
કે રાજ્યતા.
આવી રીતે જ્ઞાનગોષ્ટિ અને વિદ્વત્તાભરેલી ચર્ચા કરતાં મામા ભાણેજ ભવચક્ર નગરને માર્ગે આગળ વધ્યા જતા હતા તેથી રસ્તાના થાક તેમને જરા પણ જણાતા ન હોતા. એ પ્રમાણે મુસાફરી કરતાં કેટલેક દિવસે તે ભવચક્રનગરે આવી પહોંચ્યા.
પ્રકરણ ૨૧ મું.
વસંતરાજ-લાલાક્ષ.
સિિ
Jain Education International
વસંતવર્ણન,
વિ
મશે અને પ્રકર્ષ જ્યારે ભવચક્રુનગરે આવી પહોંચ્યા તે વખતે શિશિર ઋતુ પૂરી થઇ ગઇ હતી અને કામદેવને અત્યંત વહાલી અને લોકોને અનેક પ્રકારના ઉન્માદ કરાવનારી વસંત ઋતુ શરૂ થઇ હતી. હવે મામા ભાણેજ એ ભવચક્રનગરની બહાર ઉદ્યાનામાં ફરતા હતા તે વખતે તેમણે વસંતના કેવા અનુભવ કર્યો તે સાંભળેાઃ— ૧ વસંતને ઋતુ તરીકે ગુજરાતીમાં સ્રીલિંગે પણ ખેાલાવાય છે. સંસ્કૃતમાં તા વસંત નરજાતિમાં જ વપરાય છે. આથી અત્ર અને લિંગમાં અવારનવાર તે શબ્દ વાપર્યો છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org