________________
પ્રકરણ ૧૮] મહામહસૈન્યને જિતનારા.
૯૦૫ બતીમાં હર્ષ નથી અને ટુંકામાં કહીએ તે એ કેઇપણ પ્રકારે આ “પ્રાણીને ખરા આનંદનો અંશ પણ તે આપે તેમ નથી. આવી રીતે બીઓ અનેક પ્રકારના અનર્થોને કરનાર હોવાથી તેમ જ સુખમાર્ગના દ્વારની આડી અર્ગલા (આગળીઆ) રૂ૫ હેવાથી તેના ઉપર સ્નેહ કરવાનો ખ્યાલ કરવો એ આપણું ગૌરવથી હલકું છે, તદન તુચ્છ છે, અકર્તવ્ય છે. આવા પ્રકારની ખરેખરી સ્થિતિ હોવા છતાં માણુનું સ્ત્રીઓ તરફ વર્તન જોઉં છું ત્યારે મારા મનમાં એ વર્તન કેવા પ્રકારનું લાગે છે તે હું હવે જરા કહું છું. સ્ત્રીઓનું હસવું તે કઈ મોટે મશ્કરે બીજા તરફ હસનો હોય અથવા વિડંબના કરતો હેય તેના જેવું લાગે છે સ્ત્રીઓનાં બેદરકારીનાં રૂસણું તે કઈ ફાંસીએ જનારની પાસે પડ (ઢેલ) વગાડવાના ચાળા સમાન “લાગે છે; સ્ત્રીઓનું નાટક તે પ્રેરણું સમાન લાગે છે સ્ત્રીઓનાં
ગાયન રૂદન સમાન લાગે છે; સ્ત્રી પિતા સામું જુએ તે વિવેકી “પ્રાણીઓની કરૂણદષ્ટિ સમાન લાગે છે; સ્ત્રીની સાથે વિલાસ કરવા તે સન્નિપાતવાળા પ્રાણીઓએ અપથ્ય ભોજન કરવા જેવા લાગે છે અને સ્ત્રીની સાથે બાથ ભીડવી કે વિષયસેવન કરવું એ તે એક ખરેખરૂં નાટક જ જણાય છે!–આવા પ્રકારની સુંદર ભાવનાઓ જે મહાત્માઓ ભાવે છે અને તેથી જેમને આત્મા પવિત્ર થયેલ હોય છે તેવા સજજન પુરૂષો એ મકરધ્વજને જીતે છે. ત્યાર પછી મેં તારી "રતિનું વર્ણન કર્યું હતું અને તે પ્રસંગે
તને જણાવ્યું હતું કે એ કામદેવની પતી રતિ પણ રતિહાસવિજય. ઘણી શક્તિવાળી જબરી ની છે તેને પણ એવા
મહાપુરૂષો પોતાની ભાવનાના બળથી જીતી લે છે. એવા મહાત્મા પુરૂષો જેએનું ચિત્ત સભાવનામાં અત્યંત આસક્ત રહેલું હોય છે તેથી પિલો હાસ નામનો મોહરાજનો પાંચમાને એક માણસ તે અત્યંત દૂર નાસે છે. વળી ભાઈ પ્રક! (મામા ભાણેજને આગળ જણાવે છે)
એવા મહાત્મા પુરૂ જેએનું મન સંભાવના રૂપ જુગુપ્સાવિજય. નિર્મળ જળથી ધોવાઈને મેલ વગરનું થયેલ હોય છે
અને તેથી જેઓ બનતા સુધી કોઇપણ પ્રકારનું વિ
૧ રતિ વર્ણન માટે જુઓ પૃ. ૮૬૯-૭૨. ૨ જુઓ પૃ. ૯૭૨-૭૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org