________________
૮૦૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૪ પરીત આચરણ કરતા નથી તેવા પ્રાણુઓને જુગુપ્સા પણ કોઈ પણ પ્રકારની બાધા પીડા કરી શકતી નથી. એવા મહાપુરૂષોએ નિર્ણય કરેલ હોય છે કે આખું શરીર અશુચિથી ભરપૂર અને અશુચિમય છે તેથી પાણીથી વારંવાર શરીરને ઘેઈને સાફ રાખ્યા કરવું એ વાત તેએને (એવા મહાત્માઓને) કોઈ પણ રીતે ખાસ કરીને પ્રિય હતી નથી. તદ્દન અશુચિથી ભરપૂર હોય એને ઉપરથી જળ લગાડવાથી શું શૌચ થવાનું હતું? જે હકીકત કેઈપણ પ્રકારના અપવાદ વગર મનની શુદ્ધિ કરનાર હોય છે તે જ ખરેખરૂં શૌચ છે-સફાઈ આણ નાર છે એવી તેમના અંતઃકરણની દૃઢ માન્યતા હોય છે—કહ્યું છે કે
सत्यं शौचं तपः शौचं, शौचमिन्द्रियनिग्रहः।।
सर्वभूतदया शौचं जलशौचं तु पश्चमम् ॥
સત્ય એ શૌચ છે, તપ શૌચ છે, ઇંદ્રિયોને નિગ્રહ કરે એ શૌચ છે, સર્વ પ્રાણી પર દયા કરવી એ શૌચ છે અને જળથી (પાણથી) સાફ કરવું એ પાંચમું શૌચ છે.”
“આથી જળશૌચને તો પાંચમું સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે સત્ય ઇદ્રિયનિગ્રહ આદિને તેથી વધારે અગત્યનું સ્થાન આ૫વામાં આવ્યું છે. આ પ્રમાણે હોવાથી પાણીથી કાંઈ ખાસ કામ નથી, તેમજ પાણીનું કાંઈ કામ નથી એમ પણ નથી, પણ જે પા
થી કામ લેવું જ પડે તે આવી રીતે લેવું. પાણીવડે અથવા બીજી રીતે એવા પ્રકારનું શૌચ કરવું જોઈએ કે જેથી અન્ય જીવોને નાશ ન થાય અથવા તેમને કઈ પણ પ્રકારની પીડા ન થાય. એનું કારણ એ છે કે જળ તે બાહ્ય બળની વિશુદ્ધિ માટે થાય છે, પરંતુ અંદર અંતરંગમાં જે મળ રહેલ હોય છે તેને તે જોઈ શકતું નથી અને તેટલાજ માટે સુજ્ઞ વિદ્વાને કહી ગયા છે કે
વિરમગાર્ન ફુઈ, 7 સ્ત્રાનાશુતા રાતરો દિ દ્વતં, કુમામિવાજા
અંતરંગમાં રહેલ દુષ્ટ ચિત્ત અથવા ચિત્તના અંતર્ગતમાં રહેલ દુષ્ટ ભાવ સ્નાન વિગેરે વારંવાર કરવાથી વિશુદ્ધ થઈ શ કતા નથી, સાફ થઇ શકતા નથી, પવિત્ર થઈ શકતા નથી. જેવી રીતે અપવિત્ર થયેલ દારૂનું વાસણ સો વાર જોવાથી પણ સાફ થઈ શકતું નથી તે પ્રમાણે, અંતરંગ ચિત્તની એવી સ્થિતિ છે.”
૧ જુગુપ્સાના વર્ણન માટે જુઓ પૃ. ૮૭૬, એ પણ પાંચ મનુષ્યમાંથી એક છે એ સ્મરણમાં રાખવું.
૨ આ શ્લોક કોઇ સ્મૃતિનો છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org