________________
પ્રકરણ ૧૯ ]
મહામેાહસૈન્યને જિતનારા.
૯૦૭
“ ઉપર પ્રમાણે સમલ્લુ વિદ્વાનાએ જે નિર્ણય કરેલા છે તેના હેતુ એ છે કે પ્રાણીઓ જળથી જ્ઞાન આદિ કરે તેથી શરીરપર લાગેલ મેલ હોય છે તે એક ક્ષણવારને માટે અથવા તુરતને માટે દૂર થાય છે પણ સદાને માટે દૂર થઇ શકતા નથી, કારણ કે મનુષ્યના શરીરોમાં સંખ્યાબંધ રામરાયરૂપ ફુવા છે તેને ગમે તેટલા ધોવામાં આવે તે પણ અંદરથી તે ઝર્યા જ કરે છે અને કદિ પણ હંમેશને માટે પવિત્ર થઇ શકતા નથી. દેવતા અથવા અતિથિનું પૂજન કરવાનું હાય તેવા કોઇ કાઇ પ્રસંગે અથવા ભક્તિને કારણે (દેત્રનું દ્રવ્યપૂજન કરવા માટે) કોઇવાર આન કરવું પડે તે તે તદ્દન અયેાગ્ય નથી-એવે પ્રસંગે જળથી યતનાસહિત વિધિપૂર્વક જ્ઞાન કરવામાં આવે તેમાં વાંધા લેવાને નથી. કહેવાનેા આશય એ છે કે તત્ત્વ સમજનાર સુજ્ઞ વિદ્વાને પાણીથી કરેલ પવિત્રતા અથવા આન માટે ખાસ આગ્રહ ધરવા કોઇ પણ રીતે યોગ્ય નથી અને એ પ્રમાણે આગ્રહ ધરવા એ એક પ્રકારની મૂર્ખતા છે. આવી રીતે મહાત્મા પુરૂષા જેએની બુદ્ધિ વિશુદ્ધ થયેલી છે, જે વિશુદ્ધ જ્ઞાનથી ભરપૂર છે અને જેએ ચાગ્ય પ્રસંગે જળથી સાન કરતા પણ હોય છે તેઓના સંબંધમાં પેલી જુગુપ્સા જે આ ભવ પરભવમાં અનેક પ્રકારનાં દુ:ખ આપનારી છે અને જેનું વર્ણન અગાઉ થઇ ગયું છે તે લગભગ નાશ પામેલી હાવાને લીધે જરાપણ દુઃખ આપી શકતી નથી.
“વળી ભાઇ પ્રકર્ષ! પેલા બાહ્ય રાજાએમાંથી જ્ઞાનાવરણ નામના રાજા તથા દર્શનાવરણ નામના રાજા જેઓ જગતના મોટા શત્રુ છે તે પણ એવા મહાત્મા પુરૂષા જેઓના આત્મા સર્વજ્ઞ મહારાજે બતાવેલા આગમના અભ્યાસની વાસનાથી વાસિત થયેલા હાય છે અને જે કોઇ પણ પ્રકારના પ્રમાદ કરનારા હાતા નથી તેમને જરા પણ દર્ચના કરી શકતા નથી, હેરાન કરી શકતા નથી, ત્રાસ આપી શકતા નથી. વળી એ રાજાઆમાં છેલ્લો અંતરાય નામના રાજા મેં તને બતાત્મ્યો હતા જે પ્રાણીને દાન આપવા દેતા નથી, લાભ થવા દેતા નથી વિગેરે બાબતમાં જાણીતા છે એમ તને જણાવ્યું હતું તે પણ આવા આશાપાસ વગરના, ઇચ્છા વગરના, દાન દેનારા, અતુલ્ય વીર્ય પરા૧ જૈનશાસ્ત્રપ્રમાણે એક મનુષ્યના શરીરમાં સાડા ત્રણ કરોડ રામના કુવા
આ છે.
જ્ઞાનાવરણાદિપર વિજય.
૨ અતિથિપૂજન: સાધુના સત્કારમાટે હાઇ Àાઇ જવું તે અતિથિપૂજન જૈનશાસ્ત્ર સંમત છે. જીએ શ્રી હિરભદ્રસૂરિનું બીજું માનાષ્ટક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org