________________
૮૯૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
કીર્તિ સર્વત્ર ફેલાય છે અને દરરોજ વધતી રહે છે જ્યારે કેટલાકની આબરૂને બદલે ગેરઆબરૂ વધારે ફેલાય છે (યશ ને અપયશ), કેટલા– કનાં શરીરનાં અંગેાપાંગ જ્યાં ોઇએ ત્યાં યોગ્ય રીતે ગોઠવાયલાં હોય છે. (નિર્માણ નામની પ્રત્યેક પ્રકૃતિનું પરિણામ છે), વળી આ દુનિયામાં કોઇ કોઇ મહાત્મા પુરૂષા તીર્થંકર થાય છે જેમનાં ચરણકમળો નમન કરી રહેલા દેવતાઓના મુગટાની શ્રેણીથી પૂજાતાં હોય છે અને જેએ આ સંસારને ભેદી તેના અંત પામે છે (એ તીર્થંકર નામની પ્રત્યેક પ્રકૃતિનું પરિણામ છે)–આવી આવી જે અનેક પ્રકારની રચના જગતમાં થાય છે, જૂદા જૂદા પ્રકારની ગેાઠવણા સારી ને ખરાખ થાય છે તે સર્વે આ નામ નામના મહાબળવાન્ મહારાજા પેાતાનાં મનુષ્યેાનાં પરાક્રમથી ચારે તરફ ફેલાવે છે.
ગાત્ર.
ૐ
“ ત્યાર પછી ભાઈ પ્રકર્ષ! તેની આગળ જે એક રાજા બેઠેલ દેખાય છે, જેની પાસે એ આત્મીય પુરૂષા બેઠેલા છે તે તું ને. તેમાં એક તે ઉચ્ચ ગાત્ર છે અને બીજે નીચ ગાત્ર છે. એ રાજાને આ દુનિયામાં ગોત્રના નામથી ઓળખવામાં આવે છે અને પ્રાણીઓને સારા અથવા ખરાબ ગોત્રવાળા બનાવવાનું કારણ એ મહારાજા અને છે.
અંતરાય.
७
“ ત્યાર પછી સાતમા રાજા દેખાય છે જેની આજીમાજી પાંચ મનુષ્યા જાણે તેનાં પોતામય હોય તેવા દેખાય છે તે પણ જો પરાક્રમી છે અને તે આ દુનિયામાં અંતરાયના નામથી ઓળખાય છે. એ રાજા બાહ્ય પ્રદેશમાં રહેલા મનુષ્યોને પેાતાની શક્તિના જોરથી દાન આપવા દેતા નથી, ભાગ ઉપભાગમાં કોઇ વસ્તુ લેવા દેતા નથી, કાઇ વસ્તુઓના લાભ થવા દેતા નથી અને પ્રાણીમાં જોર હોય તે પણ તેના ઉપયાગ ન થઇ શકે તેવી કફોડી સ્થિતિમાં તેને મૂકી દેવાનું કામ કરે છે.
૧ કીતિ દિગંત પર્યંત જાય છે, જ્યારે ચશ પેાતાના નાના વર્તુળમાં રહે છે. ૨ ગેાત્રકર્મની એ પ્રકૃતિ છે: ઉચ્ચગેાત્ર અને નીચગેાત્ર.
૩ આ અંતરાય કર્મની પાંચ પ્રકૃતિ છે: દાનાંતરાય, લાલાંતરાય, લેગાંતરાય, (કાઇવાર વપરાશમાં લેવાની વસ્તુને ભાગ્ય વસ્તુ કહે છે), ઉપલા ગાંતરાય (વારંવાર ઉપયાગમાં લેવાની વસ્તુને ઉપભાગ્ય કહે છે) અને વીર્યો
વાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org