________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૪ વિમર્શ (પિતાના ભાણેજના ઉપર પ્રમાણે વચન સાંભળી આ
દરપૂર્વક મધુર સ્વરે)-“તું એવા પ્રકારના પ્રાણીઓ દુશ્મન પર વિ. માટે સવાલ કરે છે કે જેઓએ એ ચારે દુશ્મનને જય કરનાર પોતાના વીર્યથી નાશ કર્યો હોય? એવા પ્રાણીઓ
બાહ્ય લેકમાં પણ હોય છે તે ખરા, પણ તે બહુ છેડા હોય છે. જે, બાહ્ય પ્રદેશમાં રહેલા જે મહા બુદ્ધિશાળી પ્રાણીઓ યથાર્થ ભાવના રૂપ મંત્ર અને તંત્રો જેમાં બતાવેલ છે એવા શાસ્ત્રોનું અધ્યયન કરીને શાસ્ત્રરૂપ બખ્તર પોતાના આત્મા ઉપર ધારણ કરી રાખે છે અને કેઈ પણ વખત જરા પણું પ્રમાદ' કરતા નથી તેવાઓને એ મહામહ વિગેરે રાજાઓ સર્વે એકઠા થાય તો પણ જરાએ ઉપદ્રવ કે સંતાપ કરી શકતા નથી. એમ થવાનું કારણ એ છે કે એવા ધીરવીર પ્રાણુઓ જેઓની બુદ્ધિ વિશુદ્ધ શ્રદ્ધાથી શુદ્ધ થયેલી હોય છે તે પોતાના નિર્મળ મનમાં જગતનું સ્વરૂપ યથાસ્થિત રૂપે વિચારે છે તે આવી રીતે – આ સંસારસમુદ્ર આદિ અને અંત વગરને છે, મહા ભયંકર
“છે, તો ઘણે મુશ્કેલ છે. તેવા સંસારમાં મનુજગસ્વરૂપ ષ્યપણું પ્રાપ્ત કરવું એ રાધાવેધ સાધવા જેટલું વિચારણું. “મુશ્કેલ છે, દુર્લભ છે, અતિ વિષમ છે. આ સંસા
રમાં જે જે કાર્યો બને છે તે સર્વનું મૂળ એક જ છે અને તે આશાના દેરડા સાથે અવલંબીને રહે છે એટલે પિતે “ધારેલ પરિણામ જરૂર નીપજાવી શકશે અથવા આવી જશે એવી “આશાના ખ્યાલથી પ્રાણું કામ કરવાનો આરંભ કર્યા કરે છે. આ “જીવતર જોત જોતામાં નાશ થઈ જાય તેવું પાણીના પરપોટા જેવું
ચંચળ છે. એની સાથે શરીર અત્યંત બિભત્સ છે, મળમૂત્ર વિગેરે “અશુચિથી ભરપૂર છે, કર્મનું પરિણામ છે, આત્માથી તદ્દન જુદું છે, રોગરૂપી પિશાચોને રહેવાનું સ્થાન છે અને ક્ષણભંગુર છે જુવાનીમાં માણસ રાતે માતે થઈને મદમાં મહાલે છે પણ તે “જુવાની સંધ્યાકાળે થતાં લાલરંગના વાદળ જેવી ચપળ છે, થોડી વારમાં તેને રંગ ઉડી જાય તેવી છે અને તે અનુભવને વિ.
૧ પ્રમાદ (૧) દુશમનની અપેક્ષાએ ગફલતી કે આળસ (૨) શાસ્ત્રની અને પેક્ષાએ પરભાવમાં રમતા.
૨ શરીર નામકર્મની પ્રકૃતિથી શરીર બંધાય છે તે આત્માથી તદન વ્યતિરિક્ત છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org