________________
૮૮૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૪ યનોની ઘણી છે. નામ પણ બન્ને વિભાગોનાં જુદાં જુદાં જ હોય છે. એમાં સજાતીયતા અને પ્રથપણું તે સ્પષ્ટ દેખાઈ આવે છે અને કાર્ય બન્નેનાં જુદાંજ હોય છે. શ્રુતસ્કંધના સમુદાયથી અંગ બને છે અને અધ્યયનના સમુદાયથી શ્રુતસ્કંધ બને છે.) ભાઈ પ્રક! આવી રીતે સંજ્ઞા સંખ્યા વિગેરેના જે ભેદ પડે
છે તે ખાસ મનપર રાખીને અને દેશ કાળ તથા જિજ્ઞાસા તૃપ્તિ. સ્વભાવને લઈને સામાન્ય રાજાઓ અને તેના પરિ
વાર વચ્ચે અભેદ છે તેને ચેડા વખત માટે બાજુએ રાખીને એ રાજાઓને અને તેના પરિવારને મેં જુદાં જુદાં તારી પાસે વર્ણવ્યાં છે અને તેટલા સારૂં મેં તેમના નામ અને ગુણે જુદાં જુદાં છે એમ તને બતાવ્યું છે. એવી રીતે જો કે તેઓમાં એટલે રાજાઓમાં અને તે પ્રત્યેકના પરિવારમાં ભેદ છે, તે પણ તેઓ એકી વખતે એક બીજાથી જુદા જjતા નથી તેથી તારે વિસ્મય પામવાનું કાંઈ પણુ કારણ રહેતું નથી. બીજી કઈ પણ જગ્યાએ મેં સામાન્ય અને વિશેષને ભેદ કહ્યો હોય તે તેઓનાં લક્ષણ સમજી જઈને તારે તેમાં જરા પણ આશ્ચર્યે પામવું નહિ.”
મામાના આ ખુલાસાપર પ્રકમાં ઊંડે વિચાર કરતો આગળ સવાલ કરવા લાગે તે હવે આપણે આગળ જોશું.
પ્રકરણ ૧૯ મું.
મહામહસૈન્યને જિતનારા.
ગseeeee
હૃષી પ્ર છે કે મામાને પ્રથમ સંશય પૂછયો કે નાયકને જોતાં
આ પરિવાર દેખાતો નથી અને પરિવારને જોતાં નાયકે Mી જણાતા નથી તેને ખુલાસો મામાએ વિસ્તારથી કર્યો,
I ! સામાન્ય વિશેષ સ્વરૂપ બતાવ્યું, સંખ્યા સંજ્ઞા અંક અને US કાર્યથી ભેદ બતાવ્ય, ન્યાયનાં સૂત્રો સમજાવ્યાં અને અતિ સુંદર લક્ષણ બાંધી આપી. જિજ્ઞાસુ ભાણેજે પોતાની પ્રશ્નાવળિ આગળ ચલાવતાં નીચે પ્રમાણે વાતચીત મામા ભાણેજ વચ્ચે થઈ.
૧ મોહનીય કર્મમાં, વેદના લક્ષણમાં અને એવી રીતે બીજે પણ આ પ્રમાણે વિમર્શ કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org