________________
પ્રકરણ ૧૮ ] મહામહના મિત્રરાજાઓ.
૮૯૭ હવે એ ઉપર કહેલી ચાર બાબતમાં ભેદ કેવી રીતે પડે છે
તે તને બતાવું. તે આ પ્રમાણે છે –(૧) સંખ્યાથી ભેદ સ્પષ્ટતા. જોઈએ તે ઝાડ. એ નામથી એક જ છે જ્યારે ખદિર,
આંબા વિગેરે નામથી ઘણું છે તેથી સામાન્ય અને વિશેષની સંખ્યામાં તફાવત પડ્યો; (૨) ત્યાર પછી તેઓનાં નામ-તેઓની સંજ્ઞા વિચારીશ તો તેમાં પણ ભેદ સ્પષ્ટ જણાઈ આવશે. સામાન્ય ઝાડ છે તે “ઝાડ” શબ્દથી સંજ્ઞિત થાય છે જ્યારે વિશેષ રૂપ છે તે ધાવડા'ના નામથી, “આબા'ના નામથી, “ખદિર'ના નામથી તથા તેવાં જ બીજા નામથી ઓળખાય છે. આથી સંજ્ઞાની નજરે જોઈએ તે પણ બન્નેમાં તફાવત દેખાય છે; (૩) ત્યાર પછી લક્ષણે તપાસીશ તે તેમાં પણ એક મોટો ભેદ જોવામાં આવશે. ઝાડ સામાન્ય સર્વત્ર જોવામાં આવે છે, એટલે ઝાડ સામાન્ય તરીકે સર્વમાં એકતા છે, જ્યારે ધાવડા ખદિર અને આંબા સર્વત્ર જોવામાં આવતા નથી એટલે આંબા વિગેરે વિશેષ તરીકે તેઓમાં પરસ્પર ભેદ દેખાય છે, એટલે જે ધાવડે છે તે આંબે નથી અને આંબો છે તે ખદિર નથી. મામાન્ય ઝાડોમાં સર્વત્ર સજાતીયતા જોવામાં આવે છે ત્યારે વિશેષ વૃક્ષામાં એક બીજાથી અન્યપણું જોવામાં આવે છે; () ત્યાર પછી તેઓના કાર્ય-પરિણામની અપેક્ષાએ જોઈએ તો તેમાં પણ ભેદ સ્પષ્ટ જણાઈ આવશે. સામાન્ય તરીકે ઝાડનું કાર્ય જોઈશું તે છાયા કરવા રૂપ સર્વ વૃક્ષોમાં એક સમાન કાર્ય જણેશે જે કાર્ય વિશેષ વૃક્ષનાં કાર્યથી તદ્દન જુદું છે. દરેક ઝાડ વિશેષ તરીકે ભિન્ન ભિન્ન કાર્ય કરે છે; જેમ કે અમુક અમુક ફળ આપે છે, અમુક અમુક જાતનાં ફૂલે આપે છે; દાખલા તરીકે આંબા કેરીઓ આપે છે. હવે આ દરેક જાતિ વૃક્ષ એટલે વિશેષ વૃક્ષ તરીકેનું જે કાર્ય છે તેથી સામાન્ય ઝાડનું કાર્ય તદ્દન જાદું જ પડી ગયું. આ સર્વ ભેદ પાડતાં સામાન્યની વાત હોય ત્યારે સામાન્યની મુખ્યતા હોવાથી સામાન્ય દષ્ટિગોચર થાય છે અને વિશેષની ગૌણતા હોવાથી વિશેષ દષ્ટિગોચર થતું નથી, તેમજ જ્યારે વિશેષની વાત હોય ત્યારે વિશેષની મુખ્યતા હોવાથી વિશેષ દૃષ્ટિગોચર થાય છે અને સામાન્યની ગૌણતા હોવાથી સામાન્ય દષ્ટિગોચર થતું નથી. તેવીજ રીતે શ્રુતસ્કંધના સંબંધમાં જશું તો ત્યાં પણુ એ ચારે પ્રકારનો સંબંધ જણાશે તેથી તેના અધ્યયન ઉદ્દેશા વિગેરેમાં જુદા જ પ્રકારે દેખાશે. (શ્રુતસ્કંધની સંખ્યા એક જ, અધ્ય
૧ અધ્યયન અનેક ઉદેશાઓને સમુદાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org