________________
પ્રકરણ ૧૮ ! મહામહના મિત્રરાજાઓ.
૮૫ “એક જંગલ છે. તેમાં ધાવડ, આંબા અને ખદિર (ખેર) નાં ઝાડે
છે. હવે ઝાડથી ભેદ પાડે-જુદા પડે એવા ત્યાં કયા સામાન્ય વિ. ધાવડા આંબા કે ખદિર છે? અને ધાવડા આંબા શેષનું સ્વરૂપ. અને ખદિર વગર ત્યાં કયાં ઝાડ છે તે પણ વિચારી
જે. બન્ને વાત એક જ છે, પણ એક વખત ઝાડ રૂ૫ સામાન્ય ઉપર લક્ષ્ય છે અને બીજી વખત ધાવડા આદિ વિશેષ પર લક્ષ્ય છે. એક બીજો દાખલો વિચારીએઃ શ્રુતસ્કંધ વગર અધ્યયન હેવાને સંભવ નથી અને અધ્યયન વગર શ્રુતસ્કંધ નથી. માત્ર વાત એટલી છે કે એક વખતે બન્નેને જોઈ શકાતા નથી માટે તે દેખાતા જ નથી એમ નહિ પરંતુ જુદા જુદા વખતની અપેક્ષા ધ્યાનમાં લઈને વાત કરીએ તો તેઓ દેખી શકાય છે. મતલબ એક વખતે જો જોઈએ તો એક જ જણાય છે, પણ જુદે જુદે વખતે પ્રથ પ્રથફ જણાય છે, પણ એક વખતે બન્ને દેખાતા નથી. એક
૧ ધવ પ્રસિદ્ધ છે, એને મોટાં પાંદડાં થાય છે. ૨ ખદિરને મોટાં પાદડાં હોય છે તેનાં પતરાળાં (પાતળી બને છે.
૩ ખદિરમાં ખદિરપણું અને વૃક્ષપણું બન્ને રહેલાં છે તેમ ઘવમાં ધવપણું અને વૃક્ષપણું, આમ્રમાં આમ્રપણું અને વૃક્ષપણું, વડમાં વડપણું અને વૃક્ષપણુંઆવી રીતે દરેક વૃક્ષમાં આવા બે બે ધર્મો રહેલા છે. તેમાં વૃક્ષપણું દરેકમાં છે. અને ખદિરપણે ખદિરમાં, ધવપણું ધવમાં, આમ્રપણું આમ્રમાં, વડપણું વડમાં એ એકેકમાં જૂદું જૂદું રહેલું છે. આમાં વૃક્ષપણું સામાન્ય ધર્મ કહેવાય છે અને ખદિરપણું, ધવપણું વિગેરે વિશેષ ધર્મ કહેવાય છે. આ સંબંધી જ્યારે વિચારીએ ત્યારે જણાય છે કે ખદિરાદિપણું વૃક્ષપણાને છોડીને રહેતું નથી તેમજ વૃક્ષપણું પણ ખદિરાદિપણાને છોડીને રહેતું નથી. હવે જ્યારે એક ધર્મને મુખ્ય પણે વિચાર કરીએ છીએ ત્યારે બીજે ગણપણે ઢંકાયેલો રહે છે. જેમકે એક બાગમાં ખદિરાદિ વૃક્ષો રહેલા છે તેમાં જ્યારે વૃક્ષપણા ૩૫ ધર્મને વિચાર કરવામાં આવે ત્યારે આ વૃક્ષ આ વૃક્ષ આ વૃક્ષ એમ સઘળાંની વૃક્ષપણામાં સમાપ્તિ થાય પણ ખદિરપણાદિ તરીકે કોઈ ન દે ન થાય. તેમજ ખદિરપણું વિગેરે ધર્મનો વિચાર કરવામાં આવે ત્યારે આ ખદિર, આ ધવ, આ આમ્ર, આ વડ, વિગેરેમાં સમાપ્તિ થાય પરંતુ આ સિવાય કોઈ એકાદે ખાસ વૃક્ષ તરીકે જ જૂ હું ન પડે-આમ જો કે હરકોઈ વખતે બન્ને ધર્મો દરેકમાં રહેલા છે છતાં એકને મુખ્ય તરીકે જ્યારે વિચારવામાં આવે ત્યારે બીજો ધર્મ ગૌણપણે રહે છે અને બીજાને જ્યારે મુખ્યપણે વિચારવામાં આવે ત્યારે પ્રથમ ગણપણે રહે છે. એક વખતે બે ધર્મો ખ્યપણે ન હોય.
૪ શ્રતકંધઃ અનેક અધ્યયનોને સમુદાય, આપણે અત્યારે જોઈએ તે પુસ્તક વગર પ્રકરણે નહિ અને પ્રકરણે વગર પુસ્તક નહિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org