________________
પ્રકરણ ૧૮ ]
મહામેાહના મિત્રરાજા.
૨૯૩
“ ભાઇ પ્રકર્ષ ! આવી રીતે એ સાતે રાજા સંબંધી સંક્ષેપમાં હકીકત તને કહી સંભળાવી, ખાકી એ પ્રત્યેકની શક્તિ કેટલી છે અને કેવાં કેવાં કામ કરી શકે તેવા છે તે સંબંધી જે વિસ્તારથી વાત કહેવા માંડું તે તે મારૂં આખું જીવન જ પૂરૂં' થઇ જાય એટલી તેઓ સંબંધી વાતા છે.”
મામાના આવા ગંભીર શબ્દો સાંભળીને પ્રકર્ષને મનમાં ઘણે આનંદ થયા અને બાલવા લાગ્યા, “ મામા! તમે બહુ સારૂં કર્યું ! એ સર્વ રાજાઓનું વર્ણન કરીને તમે મને આજે માહના પાંજરામાંથી ોડાવી મૂક્યો એમ હું માનું છું.”
સાત રાજાઓને અંગે પ્રકર્ષના ગંભીર પ્રશ્ન ખુલાસાપૂર્વક મામાના વિચારણીય જવાબ,
મુખ્ય અને અંતર્ગત ધર્મોની પ્રધાનતા–ગૌણતા.
મામાના ઘણા ગંભીર ખુલાસા સાંભળીને પ્રકર્ષને ઘણા હર્ષ થયા, એને જિજ્ઞાસા તૃપ્ત કરવાની પ્રબળ ઇચ્છા વધતી ગઇ અને તેણે હર્ષપૂર્વક મામાને પૂછ્યું “મામા! મારા મનમાં એક શંકા રહેલ છે તે જો આપશ્રીની રજા હાય તા પૂછીને તેના નિર્ણય કરી લઉ.”
ભાણેજના આવા પ્રશ્ન સાંભળીને મામા વિમર્શે તેના તરફ ઘણા સંતેાષ મતાન્યે અને તેને જે કાંઇ શંકા હાય તે ખુશીથી પૂછી લેવાની આજ્ઞા કરી, એટલે પ્રકર્ષે પૂછ્યું “મામા! તમે જે સાતે રાજાઆનું વર્ણન કર્યું તેના સંબંધમાં મને એક ઘણી નવાઇ ઉપજે તેવી હકીકત દેખવામાં આવી છે અને તે એ છે કે મંડપમાં બેઠેલા એ રાજાઓને જ્યારે ધારી ધારીને જોઉં છું ત્યારે તે પ્રત્યેકના પરિવાર મારા જોવામાં આવતા નથી, વળી જરા વધારે મારિકાથી એના પરિવારને જોઉં છું ત્યારે તે રાજાએ જોવામાં આવતા નથી અને તમે
૧ એક કર્મના વિષય પર વિચાર કરતાં જીવન પૂરૂં થઇ જાય તે ખરેખરી વાત છે, કર્મને સિદ્ધાંત જૈન સાહિત્યમાં બહુ વિસ્તારથી વૈજ્ઞાનિક નજરે ચર્ચાયલા છે. એના ખાસ ગ્રંથા વર્મપ્રન્ટ, મ્પયની અને વંસંદ છે. તદુપરાંત સિફ્રાન્ત અને પ્રકરણના લગભગ દરેક ગ્રન્થમાં એ સંબંધી વાતે આવે છે. જૈન ચેાગની વિચારણામાં પણ કર્મના અંધ ઉદયના વિચારા અગ્ર સ્થાન ભાગવે છે. ગુણસ્થાનમાં કર્મના જ વિચાર છે અને જીવાદિ નવ પદાર્થ જાણે તેને સમ્યકત્વ હાય છે એમ કહ્યું છે ત્યાં પણ કર્મની વાત અગ્ર સ્થાન ભાગવે છે. કર્મને વિષય સમજવે એટલે જૈન દર્શનના જ્ઞાનની ચાવી પ્રાપ્ત કરવી એમ સમજવું.
૨ બન્ને એકી વખતે દેખાતા નથી: રાજાને ોઉં છું તેા પરિવાર દેખાતા નથી, પરિવારને અવલેાકીને જોઉં છું તેા રાજા દેખાતા નથી.
૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org