________________
પ્રકરણ ૧૮ ]
મહામહના મિત્રરાજા.
૯૯૧
પ્રકૃતિનું પરિણામ છે), કેટલાક પોતે શીતળ શરીરવાળા હોવા છતાં પર પ્રાણીઓ ઉપર પેાતાનાં કિરણેાથી તાપ સારી રીતે લગાવી શકે છે (એ તપ નામની પ્રત્યેક પ્રકૃતિનું પરિણામ છે), કેટલાક પાતાનાં શાંત કિરણા ચામેર ફેલાવી સર્વત્ર શાંતિ ઉત્પન્ન કરે છે ( એ ઉદ્યોત નામની પ્રત્યેક પ્રકૃતિનું પરિણામ છે—ચંદ્રકરણા એનું દૃષ્ટાન્ત છે), કેટલાકની ચાલ ઘણી સુંદર હેાય છે અને કેટલાકની ઊંટ જેવી હાય છે ( એ શુભ અથવા અશુભ વિહાયેાગતિ નામની પિડ પ્રકૃતિનું પરિણામ છે), 'કેટલાક પ્રાણીઓ ત્રસ ( બેથી પાંચ ઇંદ્રિયવાળા ) થાય છે ત્યારે કેટલાક સ્થાવર ( એક ઇંદ્રિયવાળા) થાય છે, કેટલાક પ્રાણીઓનાં શરીર ચર્મચક્ષુથી દેખાય નહિ તેવા સૂક્ષ્મ થાય છે ત્યારે કેટલાકના માદર ( ચર્મચક્ષુથી દેખી શકાય તેવા) થાય છે, કેટલાક પાતાને યોગ્ય પર્યાપ્તિ પૂરી કરી પોસા કહેવાય છે જ્યારે કેટલાક તે પૂરી કરી શકતા નથી તેવી સ્થિતિમાં તેઓ અપર્યાપ્તા કહેવાય છે, કેટલાક જીવા પોતપાતાના જૂદાં જૂદાં શરીરવાળા (પ્રત્યેક) થાય છે ત્યારે કેટલાક અનંત જીવાને રહેવા યોગ્ય એક સાધારણ શરીરવાળા (સાધારણ) થાય છે, એટલે એક સાધારણ શરીરમાં અનંત જીવા સાથે રહે છે, કેટલાકનાં દાંત હાડકાં વિગેરે સ્થિર (સ્થિર નામકર્મથી ) થાય છે ત્યારે છઠ્ઠા, પાપણ વિગેરે અસ્થિર (અસ્થિર નામકર્મથી) થાય છે, કેટલાકના નાભિ ઉપરના ભાગ સુંદર થાય છે (શુભ) જ્યારે કેટલાકના નાભિ નીચેના ભાગ અપ્રિય થાય છે (અશુભ), કેટલાક સૌભાગ્યશાળી હાય છે તેથી જ્યાં જાય ત્યાં પૂજા પ્રતિષ્ઠા પામે છે ત્યારે કેટલાક તેથી ઉલટી રીતે તદ્દન દુર્ભાગી હેાય છે, તેથી તે જેને ત્યાં જાય તેને ત્યાં ધાડ પડે છે અને બેસે ત્યાં જમીન ખેાદવી પડે છે એટલે દરેક સ્થળે અપમાન પામે છે તેવા કમનસીબ હોય છે ( સુભગ ને દુભંગ), કેટલાકના સ્વર એવા મધુર હોય છે કે તે ભાષણ કરે ત્યારે અથવા વાતા કરે ત્યારે સર્વને પ્રિય લાગે છે જ્યારે કેટલાક ખેલવામાં તદ્દન કઠોર હેાય છે, (સુસ્વર ને દુસ્વર) કેટલાકનાં વચના દેશાંતરોમાં પણ માનનીય થઇ પડે છે ત્યારે કેટલાકનાં વચને પોતાના ઘરમાં પશુ આદરણીય થતાં નથી (દેય અને અનાર્ય કર્મ) કેટલાકની
૧ અહીંથી ત્રસદશક અને સ્થાવરદશકના ભેદે અરસ્પરસ મેળવીને લઇ લીધા છે. એના વિવેચન માટે જીએ પ્રથમ ૪. ગ્રંથ ગા. ૨૬-૨૭.
૨ પર્યાસિ છ છે: આહાર, શરીર, ઇંદ્રિય, શ્વાસેાશ્વાસ, ભાષા અને મન એ પૈકી એકેંદ્રિયને ચાર, બે ત્રણ ચાર ઇંદ્રિયવાળાને પાંચ તથા સંજ્ઞીને છ પસિ હાય છે. ( જુએ નવતત્ત્વ ગાથા ૫ મી).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org