________________
ફ જ
૮૯૦
ઉપમિતિ ભવપ્રપંચો કથા.. વરેલો રાજા દેખાય છે તેનું નામ નામ છે અને તે પણ ઘણે જ પ્રસિદ્ધિ પામેલે છે અને બહુ બળવાન છે. એની પાસે જે માણસો છે તેના જેરથી સ્થિર અને ચર સર્વ પ્રાણુ વર્ગને એ એટલી જાતની વિડંબનાઓ આપે છે કે તેનું વર્ણન કરવું લગભગ અશક્ય છે. તમે આ દુનિયામાં જોતા હશે કે કેટલાક પ્રાણીઓને દેવ બનાવવામાં આવે છે, કેટલાકને મનુષ્ય બનાવવામાં આવે છે, કેટલાકને નારક બનાવવામાં આવે છે અને કેટલાકને પશુનું રૂપ ધારણ કરાવવામાં આવે છે (એ ગતિ નામકર્મનું પરિણુમ છે), કેટલાક એક બે ત્રણ ચાર અથવા પાંચ ઇદ્રિ ધારણ કરે છે (એ જાતિ નામકર્મનું પરિણામ છે) તથા જુદા જુદા પ્રકારનાં શરીરમાં આવીને રહે છે (એ શરીર નામકર્મનું પરિણું છે), વળી તેના પ્રભાવથી પ્રાણુઓને જુદા જુદા પ્રકારનાં શરીર સાથે નવા નવા પુદગલેનો સંબંધ કરે છે (બંધન નામકમેનું પરિણુમ છે) અંગેપગે થાય છે (એ ઉપાંગ નામકર્મનું પરિણામ છે), તેઓને શરીરસંબંધી સંઘાત કરવામાં ઉઘુક્ત થયેલા જોવામાં આવે છે (એ સંઘાતન નામકર્મનું પરિણામ છે), તેઓ જુદા જુદા પ્રકારના સંઘયણે ધારણ કરે છે (એ સંઘયણ નામકર્મનું પરિણામ છે), તેઓ જુદા જુદા પ્રકારના સંસ્થાનવાળા દેખાય છે (એ સંસ્થાન નામકર્મનું પરિણામ છે), તથા પ્રાણીઓ રૂપમાં, ગંધમાં, રસમાં અને સ્પર્શમાં જુદા પડે છે (એ વર્ણાદિ ચતુષ્ક નામકર્મનું પરિણામ છે), પ્રાણીઓ ભારે હળવાપણુમાં પ્રમાણપત, ન્યૂન કે અધિક હોય છે, (એ અગુરુલઘુ નામની પ્રત્યેક પ્રકૃતિનું પરિણામ છે), કેટલાક પિતાના શરીરથી જ અથવા અંગોથી જ દુઃખ ખમનારા થાય છે (એ ઉપઘાત નામની પ્રત્યેક પ્રકૃતિનું પરિણામ છે), કેટલાક ગમે તેવા બળવાનની સામે પણ ફતેહમંદ થઈ શકે છે (એ પરાઘાત નામની પ્રત્યેક પ્રકૃતિનું પરિણામ છે), પિતપોતાને યોગ્ય સ્થાને જઈને જન્મ ધારણ કરે છે (એ અનુપૂર્વી નામની પિંડ પ્રકૃતિનું પરિણામ છે), કેટલાક શ્વાસોશ્વાસ લેવા વિગેરે તંદુરસ્તીની બાબતમાં ઘણું સુખી હોય છે અને શરીરે સ્વસ્થ હોય છે (એ ઉચ્છવાસ નામની પ્રત્યેક
રે
૧ સંઘાતનઃ ઔદારિક વિગેરે શરીરના પુદગળને દંતાળાની પેઠે એકઠા કરવા તેનું નામ સંઘાતન કહેવામાં આવે છે (પ્ર. ક. ગ્રં. ગા. ૩૬).
૨ સંઘયણ હાડકાના સમૂહની ગોઠવણ તે સહનનસંઘયણ કહેવામાં આવે છે.
૩ સંસ્થાનઃ શરીરની અમુક પ્રકારની આકૃતિ હેવી તેને સંસ્થાન કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org