________________
૮૯
પ્રકરણ ૧૮] મહામહસે ને જિતનારા. ૮૯
પ્રાણુઓના ચાર મોટા દુશમન, સંસારસ્વરૂપવિચારણનો અવસર,
મકરધ્વજને અંગે ખાસ વિચારે, પ્રકર્ષ મામા! આપશ્રીએ જે ખુલાસો કર્યો તેથી મારા મા
નમાં જે મોટો સંશય થયો હતો તે તો દૂર થઈ પ્રકર્ષ બીને ગયે, પણ હવે વળી મારા મનમાં એક બીજી જ ગંભીર પ્રશ્ન. શંકા ઉત્પન્ન થાય છે તે આપને પૂછવાની રજા લઉ છું.
અહીં જે સાત રાજાએ દેખવામાં આવે છે તેઓમાં જે ત્રીજે (વેદનીય), ચોથો (આયુ), પાંચમ (નામ) અને છઠ્ઠો (ગોત્ર) મળીને ચાર રાજાએ છે તે તમારા વર્ણન પ્રમાણે પ્રાણીઓને કઈ વાર સુખ આપે છે અને કોઈ વાર દુઃખ આપે છે એટલે એ ચારે રાજાઓ લેકેનું સારું અથવા ખરાબ કરનારા થાય છે એમ જોવામાં આવે છે એટલે કે તેઓ લેકેનું એકાતે ખરાબ જ કરનારા-લે કે ઉપર ત્રાસ જ વર્તાવનારા હોય એમ જણાતું નથી, પરંતુ બાહ્ય લેકમાં તેઓ કઈ કઈને સુખનું કારણ પણ થઈ આવે છે, ત્યારે પિલા પ્રથમ (જ્ઞાનાવરણ્ય), બીજા (દર્શનાવરણીય) અને છેલ્લા (અંતરાય નામના) રાજાઓ છે તે તે પ્રાણુઓને એકાંતે નિરંતર દુઃખ દેનાર જ થાય છે. પોતાના જબરા પરિવાર સાથે મહામોહ મહારાજા અને આ ત્રણ છેલ્લા જણાવ્યા તે રાજાઓ પ્રાણીઓના જીવનના સારભૂત જ્ઞાનાદિ ગુણોનું હરણ કરી લે છે તે પછી પ્રાણુઓનું જીવન જ ક્યાં રહ્યું? ત્યારે મામા! આવા ચાર જબરા દુશ્મનોથી જેમને જરા પણ કદર્થના-પીડા ન થાય એવા કેઈ પ્રાણુઓ બાહ્ય પ્રદેશમાં હશે કે એવા પ્રાણુઓ હેવાનો સંભવ જ નથી? હું એવા પ્રકારના પ્રાણીઓ માટે સવાલ કરું છું કે જેઓની આગળ આ ચારે દુશ્મનોનું જોર ચાલી શકતું ન હોય, પરંતુ જે તે રાજાઓ પર વિજય કરનારા તરીકે પ્રસિદ્ધિ પામેલા હેય.”
૧ રાજાઓની સંખ્યાને નંબર અહીં આવે છે તે સંખ્યામાં ઉપર વર્ણન થયું. સંખ્યા યાદ રાખવી. ૧ જ્ઞાનાવરણ ૨ દર્શનાવરણ. ૩ વેદનીય. ૪ આયુ. પનામ. ૬ ગેત્ર, ૭ અંતરાય.
૨ પ્રથમ જણવ્યા તે ચાર રાજાઓને અઘાતી કર્મ કહે છે, જ્યારે પાછા થના ચાર રાજાએ ઘાતી કર્મ કહેવાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org