________________
૮૨૫
પ્રકરણ ૧૧] વેલૂહલ કથા-અટવી આદિની જના. અગૃહીતસંકેતા તે આ વાત સાંભળીને મનમાં વધારે મુંઝવ
માં પડી ગઈ અને બોલી “અરે સંસારીજીવ! તે તો ચાહીતસંકેતાનું ચિત્તવૃત્તિ અટવી અને બીજી વસ્તુઓનો ભેદ મને સંધ સમાધાન. સમજાવવા સારું વાર્તા કહેવા માંડી હતી અને તેમાં
આ વાત કરી! તારી આ વાત સાંભળતાં તે આગળ પાછળને કાંઈ મેળ મળતો નથી. તે આ વાર્તા કરી તેને અને તારી મૂળ વાતને તો ઊંટ અને આરતી જેવું અસંબદ્ધપણું મને લાગે છે! આ તો ઘેડા ખેલાવવાનું ક્યાં અને ઊંટ પર બેસવાનું ક્યાં? જે તારી આ વાર્તામાં અને અગાઉ ચિત્તવૃત્તિ વિગેરેની વાત તેં કરી હતી તેમાં કોઈ સંબંધ જેવું હોય તે મને સમજાવ અને તું બરાબર ફેડ પાડીને કહે કે માસ ખ્યાલમાં સર્વ બાબત આવી જાય.” - હવે સંસારીજીવ જે સદાગમ સમક્ષ પોતાની વીતક વાર્તા કરતે હતા તે વાત કહેતાં કહેતાં જરા થાકી ગયો હતો તેથી તેને આરામ લેવાની ઈચ્છા થઈ હતી તેથી તેણે અગૃહતસંકેતાની સખી પ્રજ્ઞાવિશાળાને સૂચના કરી “અરે પ્રજ્ઞાવિશાળ! મેં હમણું જે વાર્તા કહી તેને મારી પ્રસ્તુત હકીકત સાથે જે સંબંધવાળી અર્થઘટના છે તે તારા પિતાના શબ્દોમાં અગૃહીતસંકેતાને સમજાવ.”
પ્રણાવિશાળાએ સંસારીજીવને કહ્યું “ભલે ! બહુ સારું! હું સર્વ જના બરાબર સમજાવું.” પછી પિતાની સખીને કહ્યું કે “જે બહેન અગૃહીતસંકેતા! તું જરા લક્ષ્ય રાખજે. આ ભાઇએ કહેલી હકીકત આ પ્રમાણે સમજી લેવાની છે –
બ્રહલ કથા યોજના, (અર્થઘટના.) પ્રથમ તે વાર્તામાં જે વેલહલ કુમાર કહેવામાં આવ્યો તે કર્મના
સંબંધમાં આવેલ કર્મના ભારથી ભારે થયેલ છવ વેaહલ કેણ સમજવો. એવા જીવો ભુવનોદર નામના નગરમાં જ
ન ઉત્પન્ન થાય છે. અનાદિ રાજા અને સંસ્થિતિ રાણુને પુત્ર જે ક્યું તે પણ એ કર્મબંધનસંયુક્ત થયેલ છવ જ સમજો.
૧ અરસ્પરસ તદ્દન સંબંધ વગરની વાત. ઊંટને અને આરતીને સંબંધ છે ? Rટની કે ઊંટથી આરતી હોય જ નહિ. કયાં રાજા ભોજ અને કયાં ગાંગે તેલીજેવો ભાવ સમજો. એક વિદ્વાન કહે છે કે નિrગના એટલે “બુરખો.” ઊંટને વળી બુરખો શો? ઘટને કોઈની નજર લાગતી નથી. ભેંસ આગળ ભાગવત જેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org