________________
८४८
ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૪
કે તમે ક્ષમા રાખે, નરમાશ રાખ, સંતેષ ધાધર્મમાં અ- “રણ કરે, પવિત્રતા ધારણ કરે, સરળતા શીખે, ધર્મબુદ્ધિ. “લોભને દેશવટો આપ, તપ કરે, સંયમમાં મન
પરે, સત્ય બેલે, બ્રહ્મચર્ય ધારણ કરે, શાંતિ રાખો, ઇંદ્ધિને દમે, પ્રાણવધ (હિંસા)ને ત્યાગ કરે, પરવસ્તુ લઈ લેવાની વૃત્તિ છેડી દે, શુદ્ધ ધ્યાન કરે, સંસારપર વિરાગ “રાખે, ઉપકારી પૂજ્યપાદ ગુરૂમહારાજની ભક્તિ કરે, જરા પણ “પ્રમાદ સે નહિ, મનની સર્વદા એકાગ્રતા કરી દે, નિગ્રંથપણુમાં “(મુનિપણમાં) તત્પરતા રાખે-આવા આવા ચિત્તને નિર્મળ કરનાર જે જે અમૃત જેવા શુદ્ધ ઉપદેશ હોય, જેઓ સાચા શુદ્ધ ધર્મના નામને યોગ્ય હોય અને જે જગતને આનંદ કરાવવાના હેતુભૂત હોય અને સંસાર સમુદ્ર ઓળંગવામાં સેતુ (bridge) જેવા “હોય તેને એ મહામહ રાજાનો સેનાપતિ છુપાવ્યા કરે છે, તેની આડે
આવ્યા કરે છે, અને તેની અપ્રસિદ્ધિ કેવી રીતે થાય, તે લેકેના “ જાણવામાં ઓછા કેમ આવે તેની નિરંતર ગોઠવણ રાખ્યા કરે છે “અને તેવા ધર્મને અધર્મ ગણવવાને પણ પ્રયત્ન કરે છે. “આત્મા શ્યામાકકે તંદુલ (ચોખા)ના આકારને ધારણ
કરનાર (તેના જેવ) હોય છે, આત્મા પાંચશે અતત્વમાં “ધનુષ્ય પ્રમાણ હોય છે, આખા વિશ્વમાં એક જ તત્વબુદ્ધિ. “આત્મા હોય છે, આત્મા નિત્ય જ હોય છે અને
“આત્મા આખી દુનિયામાં વિભુ (વ્યાપીને રહેલે) છે, આત્મા ક્ષણસંતાનરૂપ છે, આત્મા લલાટ (કપાળ)માં રહે છે,* “આત્મા હૃદયમાં રહે છે, આત્મા જ્ઞાન માત્ર જ છે-બીજું કાંઈ નથી, “ચર અને અચર જે સઘળું દેખાય છે તે સઘળું શૂન્યમાત્ર છે, આત્મા પંચભૂતનો સમૂહ છે, બ્રહ્માથી થયેલ છે, (બ્રહ્મમય છે)
૧ શ્યામો નામનું અનાજ ખેતરમાં થાય છે, બંટી જેવું હોય છે. ૨ શંકરનો અદ્વૈત મત આત્માને એક નિત્ય અને સર્વવ્યાપી માને છે. ૩ બૌધો આત્માને ક્ષણિક માને છે. જુઓ સર્વદર્શનસંગ્રહ પૃ. ૧૨.
૪ આત્માની જૂદી જૂદી રીતે વિવેચના જૂદા જૂદા દર્શનકારો અને સંપ્રદાય કરે છે. એના વિવેચન માટે સર્વદર્શનસંગ્રહ, દર્શનસમુચ્ચય, સિદ્ધાન્તસાર વિગેરે ગ્રંથ જેવા. એ હકીકતનું દહન કરી એક લેખ આનંદધન ૫રત્રાવળી (પ્રથમ ભાગ) પૃ. ૩૮૭–૪૧૨ માં આપેલ છે તેથી અત્ર તે પાર કરી વિવેચન કરવામાં આવ્યું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org