________________
પ્રકરણ ૧૪] ભકરવજ,
૮૭૧ થુંક સાથે મેળવીને એ ભાઇશ્રીના મુખમાં પાછો આપે છે ત્યારે તેને પીતાં પીતાં સ્વર્ગથી પણ વધારે સુખનો અનુભવ થાય છે, જે પ્રાણીઓ ઘણુ બળવાનું વીર્યવાળા હોય છે તેવાઓને પણ લલનાઓ લીલામાત્રમાં પોતાના દષ્ટિપાતથી કે ભમરને વાંકી વાળવાથી તદ્દન કચરામાં રેલાતાં કરી મૂકે છે, તેવી સ્ત્રીઓની સાથે સંગ કરવા માટે બળી રહે છે, તેની સાથે ભેગ ભેગવતાં કદિ પણ સંતોષ પામતા નથી, તેને જરા પણ વિરહ થાય તેટલામાં તો અડધા લેવાઈ જાય છે અને શેકથી વિહ્વળ થઇ ન્હાવરા બની ભરણુ પણ પામે છે, એવી સ્ત્રીઓ એને હડધૂત કરે અથવા એનો આદર ન કરે તો ભાઇશ્રી ખેદ પામે છે, એવી સ્ત્રીઓ એનો બહિષ્કાર (તિરસ્કાર) કરે તે રડવા બેસે છે, વળી પરપુરૂષમાં આસક્ત પોતાની સ્ત્રી એ સાગરમાં આવે છે, મરણપર્યંતની પીડાઓ કરે છે અને પોતાની સ્ત્રીનું રક્ષણ કરવામાં ખાસ ઉદ્યમી થઇને ઈર્ષ્યાને પરિણામે અનેક પ્રકારની પીડાઓ ખમે છે-આવી આવી અનેક વિડંબના આ ભવમાં પ્રાણી રતિ અને કામદેવના પ્રભાવથી મોહવશ થઈને પામે છે અને પરભવમાં એવા રતિની શક્તિથી મકરધ્વજના નોકર થઈ ગયેલા પ્રાણુઓ ભયંકર સંસાર સમુદ્રમાં પડે છે. બહિરંગ મનુષ્યમાંના ઘણું ખરા, ભાઈ પ્રકર્ષ! આવા પ્રકારના જ હોય છે એમ તારે સમજવું, બાકી એ મકરધ્વજ અને રતિના હુકમને તાબે નહીં થનારા બુદ્ધિશાળી પ્રાણીઓ તે બહુજ ઘેડા હોય છે. ભાઈ ! તે આ મકરવજનું સ્વરૂપ મને પૂછયું હતું તેની હકીકત મેં તને વિસ્તારથી કહી સંભળાવી અને સાથે તેના પરિવારનું પણું વર્ણન કર્યું તે હવે તારા લક્ષ્યમાં બરાબર આવી ગયું હશે.”
દુ:ખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org