________________
પ્રકરણ ૧૫]
પાંચ મનુષ્ય.
૨૭૫
દીનતા બતાવે છે, દુશ્મનને પગે પડે છે. વળી એ ભયની એવી શક્તિ છે કે જે આ ભવમાં એને વશ પડી જાય છે તેને તે નચાવીને પરભવમાં પણ એવા લાંબા કરી મૂકે છે કે તેઓ ભયંકર સંસારસમુદ્રમાં રખડે છે અને એવા ઊંડા ઉતરી જાય છે કે એના પત્તો પણ ખાતા નથી. એ ભયને વળી એક પોતાના શરીરમાં રહેલી હીનસત્ત્વતા નામની સ્ત્રી છે જે પેાતાના પતિ તરફ અત્યંત પ્રેમ રાખે છે અને પોતાના કુટુંબનું સારી રીતે પાષણ કરે છે. એ પાતાની વહાલી સ્ત્રીને ભય પોતાના શરીરથી જરા પણ વેગળી મૂકતા નથી અને એના ઉપર એ ભયને એટલેા બધો પ્રેમ છે કે પેાતાની વહાલી સ્ત્રી જો પાસે ન હાય તેા તે મરણ પામે છે. મકરધ્વજ પાસે બેઠેલ પાંચ પુરૂષામાંના આ ત્રીજો પુરૂષ કાણુ છે તે તારા સમજવામાં હવે આવ્યું હશે.
*
*
*
શાક.
*
“ ભાઇ પ્રકર્ષ! પેલા ચેાથેા પુરૂષ ત્યાર પછી જોવામાં આવે છે તેને તું આળખતા નથી ? પેલા નગરમાં આપણે દાખલ થવાના વિચાર કરતા હતા તે વખતે જે આપણને મળ્યા હતા અને જેણે ચિત્ત અટલીની સર્વ વાર્તા આપણને કહી હતી તે જ આ શાક છે અને અત્યારે તે પાછે મહામેાહ રાજાના લશ્કરમાં જોડાઇ ગયા છે. કોઇ કોઇ કારણને મેળવી લઇને અહિરંગ પ્રદેશના લેાકેામાં એ ભાઇશ્રી દીનતા ઉત્પન્ન કરે છે, રડાવે છે અને આક્રંદ કરાવે છે. જે પ્રાણીઓ પેાતાના વહાલાંથી વિયેાગ પામેલા હાય છે, મહા આપત્તિમાં પડી ગયેલા હોય છે અને જેનાથી દૂર રહેવાની ઇચ્છા રાખતા હોય તેવી જ મામતે સાથે જોડાઇ ગયેલા હોય છે તે જરૂર એને વશ પડી જાય છે અને તે વખતે બાપાની એવી ખરામ સ્થિતિ થાય છે કે આ શાક તેમના મિત્ર નથી પણ માટેા ભયંકર દુશ્મન છે. એ પણ તે સમજી શકતા નથી. એવી સાચી સમજણની ગેરહાજરીમાં એ જડ પ્રાણીઓ બાપડા મોઢેથી પાક મૂકે છે, રાડો પાડે છે અને દુ:ખી થાય છે. તેઓ પોક મૂકતાં મનમાં એમ માને છે કે એ શાક તેઓને તેમનાં દુ:ખથી છોડાવશે, પરંતુ આ ભાઇશ્રી
૧ હીનસત્યતાઃ માયલાપણું, શૂરવીરપણાને અભાવ-એને અને ભયને જીવન–સંબંધ છે. ભય એના વગર જીવી શકતા નથી, રહી શકતા નથી.
૨ તામસચિત્ત નગર વણૅનજીએ પૃષ્ઠ ૭૯૪. ત્યાં શાકની પ્રથમ એળખાણુ મામા ભાણેજને થઇ હતી. પૃષ્ઠ ૮૦૧ માં તે મહામેાહના લશ્કરને અટવીમાં મૂકીને તામસચિત્ત પુરે આવવાનું કારણ પણ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org