________________
૮૭૭
પ્રકરણ ૧૫]
પાંચ મનુષ્ય. આચાર્યો જુગુપ્સાના નામથી ઓળખે છે. વસ્તુસ્વરૂપ નહિ સમજનારા બહિરંગ પ્રદેશમાં રહેનારા પ્રાણુઓનાં મનમાં એ સ્ત્રી તદ્દન વિપરીત ભાવ ઉત્પન્ન કરે છે અને તે કેવી રમત કરે છે તે ભાઈ પ્રકર્ષ! તું ધ્યાન રાખીને સાંભળ-કેઇના શરીરમાંથી અત્યંત લેહી તથા પરૂં વહેતું હોય, ઘણું કૃમિ-છો ખદખદતા હોય અને દુર્ગધ ઉડતી હોય એવા શરીરને તથા એવી દુર્ગધી તથા ખરાબ દેખાતી બીજી વસ્તુઓને જોઈને પોતે જાણે કેવાય ચોખા હોય તેમ એકદમ માથું ધુણાવવા મંડી જાય છે, નાક ચઢાવી દે છે, દૂરથી નાસવા માંડે છે, આખો પણ બંધ કરવા મંડી પડે છે, હોમાંથી “હું હું હું એ અવાજ નાક દ્વારા કાઢે છે, ખભા ચઢાવી દે છે, મેટી ૫વિત્રતાનો ફેકે રાખીને કપડાં સહિત તરબળ પાણીમાં પડે છે, વારંવાર નાક છીંકે છે, અનેકવાર મુખમાંથી થુંક્યા કરે છે, રસ્તા ઉપર જતાં જરા તેનાં લુગડાને અડી જવાય તે ગુસ્સે થઈ જાય છે અને વારંવાર સ્નાન કરે છે, અન્યની છાયા પણ પિતાને જરાએ સ્પર્શ ન કરે એમ અંતઃકરણથી ઈચ્છે છે અને આવા “શૌચવાદને લઈને વૈતાળની જેમ હેરાન હેરાન થયા કરે છે. આવી રીતે જુગુપ્સાને વશ પડીને કેટલાક પ્રાણુઓ જાતે જ જાણે પ્રથમથી ઉન્મત્ત (ગાંડા) જેવા હોય છે અને મનના એવા એવા વિચિત્ર ખ્યાલથી વધારે ઉન્મત્ત થતા જાય છે અને તત્ત્વદર્શનથી તદ્દન રહિત હોઈને પરભવમાં તદ્દન અજ્ઞાનથી અભિભૂત થઈ ભયંકર સંસારરૂપ કેદખાનામાં પડે છે. આવી રીતે બહિરંગ લોકને બહુ દુઃખ દેનારી એ પાંચમી જુગુપ્સા નામની સ્ત્રીનું મેં તારી પાસે કાંઇક વિસ્તારથી વર્ણન કર્યું.”
૧ જુગુપ્સા કઈ અનિષ્ટ વસ્તુ તરફ તિરસ્કાર બતાવવો તે. વર્ણન વાંચતાં સ્વરૂપ સ્પષ્ટ થઈ જશે.
૨ શૌચવાદઃ બાહ્ય વસ્તુને સ્પર્શ થતાં હાવું, કુવાનું સ્પર્શ વગરનું પાણી પીવું—એવા પ્રકારના નિયમ જેને હાલ “મરજાદી કહેવામાં આવે છે તે શૌચવાદ છે. એનું લક્ષણ અત્ર યોગ્ય શબ્દોમાં ગ્રંથકર્તાએ જ પૂરતું આપ્યું છે.
૩ વૈતાળ: સ્વાભાવિક રીતે જ બહુ દુઃખી હોય છે, પવનરૂપ હોય છે અને તેને આખે વખત રખડવાનું હોય છે. એક બીજો ભાવ પણ બેસે છે. એક શુચિપિશાચ જાતના બ્રાહ્મણો થાય છે, તેઓ સર્વ જળાશયોને પણ અપવિત્ર ધારી બેટમાં જાય છે, ત્યાં નિર્વાહ ન થવાથી દુઃખી થાય છે. મતલબ પોતાને હાથે દુઃખ વહેરી લેનારની દશા સૂચવે છે આવો આશય જણાય છે.
२४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org