________________
પ્રકરણ ૧૭ મું.
મહામહનું સામંતચક.
ઇક
INDI
મા છે મા આજે બરાબર ખીલ્યા હતા. મહામહનો આખો
અંગત પરિવાર વર્ણવી ગયા, એના ખાસ સેનાપતિ,
છોકરા, છોકરાના છોકરા અને મકરવજપરિવાર તથા આ પાંચ ઘરના મનુષ્યો વર્ણવ્યા. ત્યાર પછી એ મહારાજાના
પિતાના લશ્કરી બળનું તેમજ તેના મિત્રરાજ્યોના બળનું વર્ણન કરવું રહ્યું તે પણ તે ચૂક્યા નહિ. હજુ પ્રકર્ષ કાંઈ સવાલ પૂછે ત્યાં તો મામાએજ વાત આગળ ચલાવીઃ
“હવે ભાઈ પ્રક! એ મહામહ રાજાને બેસવાના સિંહાસનની નજીક જે રાજાઓ દેખાય છે તે મહામહ રાજાના ખાસ અંગભૂત લશ્કરીઓ-સેનાનીઓ છે તેનું વર્ણન હવે તારી પાસે સંક્ષેપમાં કરૂં તે સાંભળઃવિષયાભિલાષ મંત્રી,
ત્યાર પછી રાગકેસરીની પાસે બેઠેલ જે રાજા જેવો દેખાય છે, જેણે સુંદર લલનાની સાથે બાથ ભીડેલી જણાય છે (સ્પૉંદ્રિયન વિષય), મુખમાં સુગંધીવાળું સુંદર પાન ચાવી રહ્યો છે (રસેંદ્રિયનો વિષય), જેની આજુબાજુ ઝણઝણાટ કરતા ભમરાઓની પંક્તિ ઉત્કટ મનહર સુગંધીનું સૂચન કરતી રહી હોઈ જે કમળની સુગંધીને વારંવાર લીધા કરે છે (ધ્રાણેદ્રિયને વિષય), જે પોતાની સ્ત્રીના સુંદર મુખકમળ ઉપર પોતાની નજર અચૂકપણે નાખી રહેલો છે (ચક્ષુરિંદ્રિય વિષય), જે પીણું, ઝાંઝર તથા કાકલી જેવાં વાજિંત્રના અવાજમાં ઘણે આસક્ત થયેલું દેખાય છે (શ્રોત્રંદ્રિયને
૧ કાકલીઃ એક જાતનું વાજિત્ર છે. અમુક ઘરનો માણસ જાગે છે કે નહિ તેની પરીક્ષા કરવા સારૂ એ. વાજિત્રનો ઉપયોગ ચેર લોકે ઘણે કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org