________________
પ્રકરણ ૧૭ ]
મહામહિનું સામંતચક્ર.
૮૫
મંત્રી તેઓને ઉપાડીને કોઇપણ બાબતમાં આજુમાજી (ભેખડે) ચઢાવી દેતા નથી, પરંતુ જેવા એ મહાબુદ્ધિશાળી પ્રધાન કોઇપણ વખતે પોતાની શક્તિના પ્રયોગ બહિરંગ મનુષ્યા ઉપર આદરી બેસે છે એટલે એનાથી હણાઇ ગયેલા તેઓ તેા આપડા જાણે બાળક હોય તેમ પાતાનાં વ્રતાના આગ્રહ છેડી દઇને અને સર્વ પ્રકારની લાજ શરમ પણ મૂકી દઈને આ ભાઈસાહેબના નાકર થઇને રહે છે, તેને તાબે પડી જાય છે, તેને વશ થઇ રહે છે. અહીં જે રાજા છે તે સર્વનું પ્રાણીઓ ઉપરનું જે સામ્રાજ્ય (રાજ્યસત્તા) છે તેને એ વિષયાભિલાષ વજીર ઘણું જ વધારી મૂકે છે અને તેથી અહિરંગ પ્રદેશમાં રહેનારા પ્રાણીઓને એ અમાત્ય હમેશા ઘણું જ દુઃખ દેનાર થાય છે, કારણ કે એ મંત્રીવરના હુકમથી બાહ્ય પ્રદેશમાં રહેલા પ્રાણીએ પાપ કરે છે અને એવી રીતે તે જે પાપ કરે છે તે પાપ તેમને આ ભવમાં અને પરભવમાં દુઃખ દેનાર થાય છે; તેથી પાપની પ્રેરણા કરનાર તે આ પ્રાણીને ખરેખર દુઃખ દેનાર છે એમ સમજવું. એ વિષયાભિલાષ નીતિના જૂદા જૂદા માર્ગોમાં ઘણા જ કાબેલ છે, દૂષણ વિનાના મહાન્ પુરૂષાર્થવાળા છે, પારકા માણસાનાં મનને ભેદી નાખવાના ઉપાય ખાળવાના કાર્યમાં બહુ હશિયાર છે, મનભંગના વ્યાધિના ઉપાય કરવામાં કુશળ છે, સર્વ હકીકતથી સંપૂર્ણ માહિતગાર છે, કાઇની સાથે લડાઇ કે સુલેહ કરાવવી હાય તો તે કામમાં પણ પ્રવીણ છે અને ટૂંકામાં કહીએ તે દરેક કામમાં કુશળ અને અનેક મમતમાં પહોંચી વળે તેવા છે. આના જેવા આખી દુનિયામાં બીજો કાઇ મંત્રી છે જ નહિ. એની ઘણી વાત શી કરવી! સંક્ષેપમાં કહું તેા રાજ્યપદ્ધતિનું કામકાજ ચલાવનાર એ મંત્રી છે ત્યાંસુધી જ પેલા રાજાઓનું રાજ નભે છે અને એ મંત્રી વગર એ રાજાઓનાં રાજ્યમાં બધે અંધેર થઇ જાય એટલામાં તારે બધું સમજી જવું.”
પ્રકર્ષ અત્યંત આનંદમાં આવીને ખેલ્યા “ અહુ સારૂં, મામા! ઘણું સારૂ, તમે તેા ઘણા જ સારા નિર્ણય બતાવ્યા બુદ્ધિના દિકરા. અને તે વાત એટલી ચાસ જણાય છે કે તલના કૃતરાના ત્રીજા ભાગ જેટલી પણ ફરી શકે તેમ લાગતું નથી. આપ કહેા છે તેવા જ પ્રકારના વિષયાભિલાષ મંત્રી જણાય છે તેમાં જરા પણ શંકા કરવા જેવું હોય તેમ મને લાગતું નથી; કારણ અને મેં જ્યારે પ્રથમ જોયા ત્યારે એની આકૃતિ ઉપરથી જ એનામાં આપે વર્ણવ્યા તેવા સર્વ ગુણા છે એમ મારા મનમાં
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org