________________
પ્રકરણ ૧૮ ] મહામહના મિત્રરાજાઓ.
८८७ પિતાનાં મસ્તક મંત્રીને નમાવ્યાં છે તે દુષ્ટાભિસંધિ વિગેરે મોટા લડવૈયાઓ છે અને તેઓ સર્વે મહારાજાના ખાસ અંગત સેનાનીઓ છે. એ સર્વ સેનાનીઓ મહામહ રાજાને ઘણું વહાલા છે, રાગકેસરીના માનીતા છે અને દ્વેષગજેન્દ્રની સેવામાં સર્વે વખતોવખત હાજર રહે છે. વિષયાભિલાષ મંત્રી જેવો હુકમ કરે કે તેઓ સર્વ અથવા જેનો ખપ હોય તે રાજ્યની સેવામાં પ્રવર્તવા મંડી જાય છે અને તેને હુકમ થતાં સુધી તે કામમાંથી જરા પણ પાછા હઠતા નથી. બાહ્ય લેકમાં રહેનાર પ્રાણીઓને હલકા પ્રકારની પીડા કરનાર જે જે અંતરંગના રાજાઓ છે તે સર્વ પણ આ રાજાઓમાં જ છે અને તે આ (તૃષ્ણ) વેદિની પાસે બધા આવીને બેઠેલા છે તેમને તું જોઈ લે. વળી બાહ્ય લોકમાં હલકા હલકા ઉપદ્રવ કરનાર કેટલીક સ્ત્રીઓ પણ છે અને કેટલાંક બાળકે પણ છે તે સર્વ એ રાજાની વચ્ચે આવીને રહેલા છે તે જોવાથી બરાબર દેખાઈ આવે છે. તે એટલા બધા છે કે તેમની સંખ્યાનું માપ પણ થઈ શકે તેમ નથી, તે પછી તે સર્વનું નિવેદન તે કેવી રીતે કરી શકાય? તે સર્વમાં જે અગત્યના પરિવારભૂત હતા તેમની હકીકત મેં તને ટુંકમાં કહી સંભળાવી છે. એ સર્વ રાજા જેવા દેખાય છે તે મેહરાયના સેનાનીઓ છે.”
પ્રકરણ ૧૮ મું.
મહામહના મિત્રરાજાઓ. (Allies )
માએ મહામહ રાજાનો પરિવાર બતાવી આપ્યો, મહારાજાના પુત્ર રાગકેસરીના મંત્રી વિષયાભિલાષને અને તેની સ્ત્રીને ઓળખાવ્યા, એના મોટા લશ્કરી બળને
ખ્યાલ આપે. એ ઉપરાંત મેહરાયના મિત્રરાજાઓ
કેટલાક હતા તે સર્વ ત્યાં હાજર હતા. તેની ઓળખાણ કરાવતાં મામાભાણેજ વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઈ –
૧ પૃષ્ઠ ૫૭૨ (પ્ર. ૩ પ્ર. ૨૧) માં રૌદ્રચિત્તપુરના વર્ણનમાં ત્યાંના રાજા તરીકે આ દુષ્ટાભિસંધિનું વર્ણન આવી ગયું છે તે જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org